શુક્રવાર, 25 જાન્યુઆરી, 2013

તારી સંગ સંગ ચાલતો રહું !!!

તારી સંગ સંગ ચાલતો રહું ત્યારે તડકોય કબૂલ છે,
બસ શરત અટલી પડછાયો તારો મારી તફનો રહે.

-અશોક વાવડીયા,《રોચક》♥

હાઈકુ માવડી !!!

માવડી તારી
લાગણી નીતરતી
નજરો તળે.

માણતો રહું
ત્યાં બાળપણ,મારું
જીવન ફળે.

રમવા મારે
રોજ,તું જ કાંખેરો
સહારો મળે.

-અશોક વાવડીયા,《રોચક》♥

બોલકા બે શબ્દો મૌન થઈ બેઠા !!!

બોલકા બે શબ્દો મૌન થઈ  બેઠા,
જીતના સમીકરણો હાર થઈ  બેઠા,
સમજાવવા છતા ના સમજ્યા તમે,
કેમ પ્રેમ નગરની બહાર જઈ બેઠા ?

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 23 જાન્યુઆરી, 2013

ગઝલ કે પછી કવિતાનું ગાણું !!!

ગઝલ કે પછી કવિતાનું ગાણું,
કવિઓનું તો આ રોજનું ખાણું,
લોકો પસંદ કરે કે ના કરે તોય,
સ્વયંમ પીરસતો રહે આ ભાણું..

-અશોક વાવડીયા,《રોચક》♥

ગોધૂલી ટાણું !!!

હાલ ગૌવાળ આપણે નેહ થયું હવે જો ગોધૂલી ટાણું,
ભૂખ્યા થયા રોટલાને પાડરું,વાછરુંનું થયું વાળું ટાણું.

-અશોક વાવડીયા,《રોચક》♥

પ્રાર્થના હાઈકુ !!!

મારું જીવન,
એવું રહે,મારા જ
નિયમો ફળે.

મારા હસ્તક
ભલૂ થાય,એવી જ
કરુંણા ભળે.

હું કરું ભલે
કાર્યો, રહું તારા જ
આશીષ તળે.

હું,મારું મારા
થકી એવો,કોઈ જ
અહમ્ મળે..

-અશોક વાવડીયા,《રોચક》♥

રવિવાર, 20 જાન્યુઆરી, 2013

મૌન થઈ કોરો કાગળ લખું !!!

મૌન થઈ કોરો  કાગળ લખું,
સમજાય તેવું જ સબળ લખું,
કઠીન છે સમય તારા  વીના,
આંખોથી વહાવી સજળ લખું.

-અશોક વાવડીયા,《રોચક》♥

પ્રેમમાં કેવું જીવતર બદલાય જાય છે !!!

પ્રેમમાં કેવું જીવતર  બદલાય જાય છે,
ઘણું ખરું તો સાનમાં  સમજાય જાય છે,
મુસ્કાને હજારો  ફૂલડા ઝરતા રહે  ત્યારે,
થોડાક આંસુઓએ સમૃદ્ર રચાય જાય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 19 જાન્યુઆરી, 2013

એક નાનું સંવેદનશીલ સગડ હશે !!!

એક નાનું  સંવેદનશીલ સગડ હશે,
કલ્પનાની ત્યાં કોઈ એક ડગર  હશે,
આગળ તો વધ મળશે  જરૂર  તને,
ત્યાં ધબકતું  કોઈ  એક નગર  હશે,

-અશોક વાવડીયા,《રોચક》♥

ચાંદનો અહં !!!

ઘવાયો છે અહં ચાંદનો કેવળ એજ બીના પર,
સુતેલા માનવીએ મધ્ય રાત્રીનાં રોશની માંગી.

-અશોક વાવડીયા,《રોચક》♥

તારું તને અર્પણ !!!

તારું તને અર્પણ,
મારું તને અર્પણ,
ઝંખે છે જીવ સદા,
કરી દઉં હું સમર્પણ.

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 18 જાન્યુઆરી, 2013

મિત્ર મિલન નરેન્દ્રભાઈ મકવાણા !!!

આપ આવ્યા તો બહારે ચમન લાવ્યા,
અમ ઉત્સાહોમાં વધારે અમન લાવ્યા.

-અશોક વાવડીયા,《રોચક》♥

દરિયાના પાણીની ખારાશ કદી ઓછી હોતી નથી !!!

દરિયાના પાણીની ખારાશ કદી ઓછી હોતી નથી,
પ્રેમમાં લાગણીઓની વર્ષા કદી ઓછી હોતી નથી,
તડપતો રહીશ કે પામવાની કોશીસ કરીશ 'રોચક',
પામ્યા પછી સંતોષની લાગણી ઓછી હોતી નથી.

-અશોક વાવડીયા,《રોચક》♥

હાઈકુ !!!

નિંદર રાત્રે
વેરણ,તારી યાદે
ભિંજાણા દિલ..

-અશોક વાવડીયા,《રોચક》♥

#Good Evening Mantra !!!

#Good Evening Mantra..

સુખમાં સઘળું વિસરાય જાય છે,
દુ:ખની એરણે પરખાય જાય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

એ વગોવાયો નહોતો !!!

એ વગોવાયો  નહોતો, વગોવવામાં આવ્યો હતો,
પ્યારના  ચકડોળે એને  ચડાવવામાં  આવ્યો હતો,
વેદનાઓ  અસંખ્ય થઈ પડી તેને  જ્યારે "રોચક",
શમણાંમાં આવી આવીને ફસાવવામાં આવ્યો હતો.

-અશોક વાવડીયા,《રોચક》♥

સુવિચાર હાઈકુ !!!

બુધવાર, 16 જાન્યુઆરી, 2013

જીવન ભર તારો સાથ નિભાવીશ !!!

સપ્તરંગી સપના હું  ય સજાવીશ,
ઉંચા ગગને જઈ જઈ ને ઉડાવીશ,
બાંધી લેજો કાચા લાગણીનાં તંતે,
જીવન ભર તારો સાથ  નિભાવીશ.

-અશોક વાવડીયા,《રોચક》♥

કદમ કદમ પર અડચણો તને હજાર મળશે !!!

કદમ કદમ પર અડચણો તને હજાર મળશે,
પાર કરવાનાં રસ્તા પણ દસ હજાર  મળશે,
તું બસ નેક રાહ પર ચાલતો રહે 'રોચક'તો,
મંજીલ પર પહોંચતા સો સો સલામ મળશે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગુરુવાર, 10 જાન્યુઆરી, 2013

સૂર્યમુખીનો બાગ પૂરો તને નમન કરે !!!

તારી રોજની વિદાય અનોખી શાનદાર હોય છે,
,,,,,,,,,,,,,,સૂર્યમુખીનો બાગ પૂરો તને નમન કરે.

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 9 જાન્યુઆરી, 2013

ખુશ્બું પુષ્પમાં છે છોડવામાં નથી હોતી !!!

ખુશ્બું પુષ્પમાં છે છોડવામાં નથી હોતી,
લાગણી દિલમાં છે શરીરમાં નથી હોતી,
અંદર ઉતર્યા વગર કેમ માપશો સ્નેહને,
ચાંદની સૂર્યની છે ચંદરવાની નથી હોતી.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

સંગાથ તારો નિભાવીશ !!!

દરેક ભરતીએ હું સંગાથ તારો નિભાવીશ,
એ બહાને કિનારો પણ મારો અંગત થશે.

દરેક ઓટે હું સંગાથ તારો નિભાવીશ,
એ બહાને ઉંડાઈ પણ મારી અંગત થશે.

દરેક કાર્યમાં હું સંગાથ તારો નિભાવીશ,
એ બહાને કર્મફળ પણ મારું અંગત થશે.

દરેક સફરમાં હું સંગાથ તારો નિભાવીશ,
એ બહાને કંટાળો પણ મારો અંગત થશે.

દરેક ચાંદનીમાં હું સંગાથ તારો નિભાવીશ,
એ બહાને પડછાયો પણ મારો અંગત થશે.

-અશોક વાવડીયા,《રોચક》♥

સ્નેહ મિલન !!!

સ્નેહ મિલન
મન મળ્યા,એવા જ
હ્રદય કુંજ.............-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 5 જાન્યુઆરી, 2013

દ્વારકાધીશ મળે તો !!!

ભટકું હું પામવાની એક આશ લઈ.
એ બહાને વૃંદાવનનો મને કોઈ કેડો મળે તો,,,,

વગડાની વાટે વળી કહી યમુનાને ઘાટે,
ભટકું હું,ખોવાયો મારો ભેરું ગોવાળ મળે તો,,,,

ગોપ ગોવાળણને જઈ જઈ પૂછું કે,
ક્યાંક છૂપાયેલો હોય જો મારો કાન મળે તો,,,,

હ્રદયના દ્વાર ખુલ્લા કર્યા એજ આશે,
ઘટ ઘટમાં બિરાજમાન મારો શ્યામ મળે તો,,,,

બંસીનાં સુરની દિશામાં માંડુ ડગ મારા,
કોઈ કદમની ડાળે બેઠો મારો બંસીધર મળે તો,,,,

સમૃદ્રને પેટાળે દ્વારકા નામના બેટે,
ડૂબકી મારી શોધું કે મારો દ્વારકાધીશ મળે તો,,,,

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 4 જાન્યુઆરી, 2013

સુખ ઉપહારમાં મળશે !!!

દુ:ખ મળશે તો સુખ ઉપહારમાં  મળશે,
સારા કર્મોનું ફળ આ જીવનમાં જ ફળશે,
ભટકે જો કોઈ પોતાની ફરજ છોડીને તો,
ફરજ છોડ્યાની સજા આ દેહને જ મળશે.

-અશોક વાવડીયા,《રોચક》♥

લાગણીનો વરસાદ પડતા જોયો છે !!!

સૂર્યને ઉગમણો  ઉગતા જોયો છે,
ચાંદને ચાંદની રેલાવતા જોયો છે,
આશા સઘળી હયાત છે મિલનની,
લાગણીનો વરસાદ પડતા જોયો છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

ગુરુવાર, 3 જાન્યુઆરી, 2013

વાત વાતમાં આપણે મળતા રહીશું !!!

સઘળા કદમો આગળ ભરતા રહીશું,
વાત વાતમાં આપણે મળતા રહીશું,
એકલતા અહીં પણ ચાલે છે મિત્રો,
છતા યાદોની પાંખે ઉછળતા રહીશું.

-અશોક વાવડીયા,《રોચક》♥

સુખના સરવાળા !!!

શું ખબર સુખના સરવાળા બધા,દુ:ખના ગુણાકાર થઈ જાય,
આપણે ખુદ  આપણાની વચ્ચેથી,ક્યારે  વિખુટા  થઈ જાય.

-અશોક વાવડીયા,《રોચક》♥

બરફનું હોવું સાર્થક છે !!!

બરફનું હોવું સાર્થક છે આજ,
જોને તારી લાગણીઓ થીજેલી છે આસપાસ.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

વેલ્કમ ૨૦૧૩ !!!

જીવે એક જોખમ ખેડ્યું,મળ્યું પૂરુ આકાશ,
ચાંદ,સુરજને તારા આપણા બાથમાં છે.

સાહસ અને સફળતાનો નારો લાગ્યો ત્યારે,
આજ ૨૦૧૩નું પૂરુ વર્ષ આપણા હાથમાં છે.

એકતા અને ભાઈચારો ગુંજ્યો છે આપણે દેશ,
પ્રગતિના શિખરો સઘળા આપણા પગમાં છે.

એક મન દેશ સાથે આપ્યો વિશ્વને શાંતિ સંદેશ,
અઢળક કુણી લાગણીઓ આપણા દિલમાં છે.

-અશોક વાવડીયા,《રોચક》♥