સોમવાર, 31 ડિસેમ્બર, 2012

પર્ણને જીવતું રાખે !!!

જડથી ઉત્પન થઈ શીરાઓ બધી ફેલાણી,
પેલા ઝાડના એક એક પર્ણને જીવતું રાખે.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 29 ડિસેમ્બર, 2012

તારી કુણી યાદ !!!

વેદના એટલી જ રહેલી છે મારા દિલમા ત્યારે,
તારી કુણી યાદ,લાગણી ભીંના મલમ થઈ જડે..

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 26 ડિસેમ્બર, 2012

કિનારો બની ઉભો રહું !!!

કિનારો બની ઉભો રહું જીવનભર,
મળે હર પળ એવા હેતના હલેસા હજાર જોઈએ..

-અશોક વાવડીયા,《રોચક》♥

તારું અને મારું મળવું !!!

તારું અને મારું મળવું છે કઈક એવું,
જાણે,ધરાનું તરસવું ને આભનું વરસવું.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

ઋતુંએ ઋતુંએ કલર બદલાય છે !!!

ક્યાં કદી સબંધો મુરજાય છે,
બસ ઋતુંએ ઋતુંએ કલર બદલાય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

એક આંસુને સમુદ્ર રચાય છે !!!

ક્યાં કદી લાગણીઓ સુકાય છે,
બસ એક આંસુને સમૃદ્ર રચાય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

રવિવાર, 23 ડિસેમ્બર, 2012

છૂપાવતો ફરે લાગણીઓને !!!

તું પણ છુપાવતો ફરે લાગણીઓને એવી રીતે,
જેવી રીતે કોઈ ઘટનામાં ભીનું સંકેલાતુ હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

સુગંઘ સંઘરી કેમ !!!

કેટ કેટલી કોશીસને અંતે પામ્યા છીએ,
રાતરાણીને પૂછ પરોઢે સુગંધ સંઘરી કેમ.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

મોજે મોજ !!!

અજાણ હતો હું,મુજ જીવન ખોજથી,
તમે મળ્યા જાણે,પળે પળ મોજે મોજની.

-અશોક વાવડીયા,《રોચક》♥

લીલોછમ ઝાંકળ !!!

તું શોધે મને પરોઢના સપનામાં ત્યારે,
હું જ ચમનમાં લીલોછમ ઝાંકળ મુકીશ..

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

नजरो का खेल !!!

कीतने सागर की गहेराईया,तेरी आंखो में रही  ।
किनारे बेठने के बावजूद,मेरी आंखे खुंपती रही ।।

-अशोक वावडीया,《रोचक》♥

સોમવાર, 17 ડિસેમ્બર, 2012

શું થતું હશે !!!

લાગણીઓ ઘવાય જ્યારે,વિશ્વાસ પણ તુટે ત્યારે,
તું બતાવ મને કે,મારા આ નાજુક નમણા દિલનું શું થતું હશે..

નિંદરું છુરાવી,શમણે બંધાવી,આમ કોઈ જતું હશે,
આંખોથી દૂર થઈ જાય કોઈ,ત્યારે એકલતાનું શું થતું હશે..

દુ:ખ ભરી લાગણીઓની આદત પડી ગઈ છે મને,
પણ આંસુઓ વહાવી વહાવીનેે આ આંખોનું શું થતું હશે..

તું રહે તો મુજ હ્રદય બાગમાં સૂર્ય સમ તપતો લાગે,
તારા ગયા પછી આ મુજ મુરજાયેલા ફુંલોનું શું થતું હશે..

તું આટ-આટલી વિરહની વેદના સહી શક્યો કે,
તારો હર પળ સાથ નિભાવતો આ બાકડાનું શું થતું હશે..

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2012

મને ખબર નહોતી કે !!!

મને ખબર નહોતી કે,ઉકળાટ પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,જળ રૂપે આસમાનેથી ધરતી પર પડવાનું છે..

મને ખબર નહોતી કે,વરસ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,કુંપળ ફુટશે તો તને વેદના ખુબ થાવાની છે..

મને ખબર નહોતી કે,ઉગ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,હરિયાળી રૂપે જ ધરતી પર પથરાવવાનું છે..

મને ખબર નહોતી કે,હરિયાળી પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,મબલખ પાક રૂપે જ અહીં અવતરવાનું છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

નારાજગી !!!

નારાજગી  !!!
ના નથી મારે કઈ બોલવું હવે,તારી સાથે,
આવવાનું કહીને,શમણે સજાવે તું રાત છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

જત જણાવવાનું કે !!!

જત જણાવવા નું કે  !!!
તારા પરદેશ ગયા પછી દરેક લાગણીઓ,
મને બ્લેક એન્ડ વાઈટ જ વંચાય છે,
ત્યાંની કોઈ કલર ફુલ યાદો હોય,
તો જરૂર મોકલ જે..

-અશોક વાવડીયા,《રોચક》♥

સમી સાંજની તારી આ યાદ !!!

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
ભીતરની ખારાશને ધોવા,
જાણે મુજ હ્રદય સાગરને મીઠું ઝરણું મળ્યું..

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
રાત્રીના રાતરાણીના પુષ્પની સોડમ,
સૂર્યકિરણ પડતા જ મારા દિલમાં સમાય..

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
કડકડતી ટાઢથી કાંપતી ટુંટીયું વળીને પડેલી,
તારી હર્ષ ઘેલી મારા તરફની કુંણી લાગણી..

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં,
અચાનક મેઘની જેમ તારું વરસવું.

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

તને પામવાની ઈચ્છા એટલે (ભાગ-૨) !!!

♥12/12/1994 To 12/12/2012♥
                       18-Year
★~★Marriage Anniversary★~★

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
ભર ઉનાળે પક્ષી
કોઈ જળ ક્ષેત્રની શોઘમાં.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
તારી યાદ માત્રથી
ચાલતી રહે શ્વસન ક્રીયા.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
સંધ્યા ટાણે પક્ષીઓનું
પોતાના માળા તરફનું પ્રયાણ.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
ચંદ્રને તરસે ચકોર,
ચાતક મેઘને તરસે ચારે કોર.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

તને પામવાની ઈચ્છા એટલે !!!

            ♥18th.♥
    ★~★Happy★~★
  ★~★Marriage ★~★
★~★Anniversary★~★

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
આકાશી મેઘ ધનુષ્યના
સઘળા રંગ તારામાં ભરવાની મહેચ્છા.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
મારા ઝગમગતા સપનાને
સૂર્ય ઢળવાની રાહની તાલાવેલી.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
પહેલી વરસાદી બૌછારથી
ધરતી ચીરી કૂંપળનું અચાનક ફુટવું.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
જાસૂદની કળીને ખીલવા
આકાશી ઉજાસની તીવ્ર જરૂરત.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
કડકડતી ટાઢમાં ટુટીયું વળીને પડેલી
મારી હર્ષ ઘેલી તારા તરફની કુણી લાગણી.

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2012

શું થતું હશે !!!

રોજ પરોઢને એ જ મુંજવણ રહેતી હોય છે,
ધોમધખતા દિવસે રાતરાણીની સુગંધનું શું થતું હશે,,,

પાનખરને પોતાની નજીક આવતી જોઈને,
આ વૃક્ષો પર પીળા પડી ગયેલ પર્ણનું શું થતું હશે,,,

સાગર ભરતીની લહેર દ્વારા ઉત્પન થઈને,
પૃથ્વીનો છેડો શોધવા નીકળેલી હવાનું શું થતું હશે,,,

ગાજવીજને પવનના સુસવાટા સંભળાય છે,વરસાદમાં પેલા થાંભલે બેઠેલા કબૂતરનું શું થતું હશે,,,

ભર ઉનાળે ઝરણાનાં સુકાતા પાણીને જોઈ,
અંદર તડફડીયા મારતી આ માછલીઓનું શું થતું હશે,,,

-અશોક વાવડીયા,《રોચક》♥

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012

બુધવાર, 5 ડિસેમ્બર, 2012

મળજો મને !!!

સજાવીશું અમ દિલના દ્વાર,કોક'દિ મળજો મને,
મળીને આનંદ થાય અપાર તો,યાદ કરજો મને.

-અશોક વાવડીયા,《રોચક》♥

અધુરી ઈચ્છા !!!!

કબરમાં જ
આંખો બંધ ને આત્મા
રહે જાગતો.

એક જ આશ
સાથે સદાય પ્રેમ
સંદેશ દેતો.

આવતા જન્મ
ના મળવાના કોલ
રહે માંગતો.

આ જીવ કેમ
અધુરી ઈચ્છા સાથે
જ ભટકતો ?

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 3 ડિસેમ્બર, 2012

મિત્ર તને લખું છું !!!

તારા વિયોગમાં કાગળ તને લખું છું,
ફરી તારા નામે આજ હું મને લખું છું.

વિખુટા પડ્યા ત્યારથી આજ સુધીના,
એક એક કરી સંભારણા તને લખું છું.

હું તો અહિયા ખોવાયો છું મારામાં,
અને શોધતો ફરું હું કંઈક તારામાં,
ચાલી રહેલી એકલતા તને લખું છું.

ફરી આપણા ગામની નદીનાં પટ પર,
તારેને મારે મળવાનું થાયના થાય પણ,
તારી સાથે વિતાવેલી યાદો તને લખું છું.

હવે ફરી ક્યારે મળીશું 'રોચક' ખબર નથી,
આપણે વિખુટા પડ્યાની ફરિયાદ તને લખું છું.

-અશોક વાવડીયા,《રોચક》♥

કોઈ મીઠી મધુરી તારી યાદ મોકલ !!!

કોઈ મીઠી મધુરી તારી યાદ મોકલ,
તે ના બનીશકે તો કડકડતી ટાઢ મોકલ.

દિવસે આવે તો દિલથી લગાવીશ,
રાત્રીના શમણે બંધાય તેવી પ્રગાઢ મોકલ.

કહ્યાગરો બનીને રહીશ હરવક્ત પ્રિયે,
માણી શકાય જીવનભર એવી સુદઢ મોકલ.

એકલા પણાની મને આદત નથી હવે,
રજાઈમાં સંતાડી લઉં મને એવી ગાઢ મોકલ.

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 30 નવેમ્બર, 2012

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે...

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

લોકોની લીલા તો જો,ચડે તેના ટાટીયા ખેંચ કરે,
એના એજ તેની પડતીમાં,કોઈ કારણ શોઘતા મળે.

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

મેળવવામાં અશક્ત રહે,બીજાની અડચણ બને,
મેળવતા હોય તેને પણ એ,ખુબ ડરાવતા રહે પળે પળે.

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

પારકાને પોતાના કરે ને,પાતાના આઘા કરે,
સમયે સમયે એ પણ,પોતાના મુખેથી વિષ હળ હળે.

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 26 નવેમ્બર, 2012

તારી યાદોને વાગોળવામાં જ વ્યસ્ત છું...

જીવન પ્રયાપ્ત પાથર્યો છે મેં પ્રકાશ તુજમાં,
આથમતા સૂર્યને જોઈને ના કહેતા કે હું અસ્ત છું.

બાલ્કનીના હિંચકે બેઠો એકીટચે નિહારું હું છતને,
તારી ભૂલાયેલી યાદોને વાગોળવામાં જ વ્યસ્ત છું.

કડકડતી ટાઢમાં થરથર કાંપતા મારા શરીરને,
તારા વિયોગની આકરી સજા આપવામાં મસ્ત છું.

દરેક શમણે એટલો જ ઉમળકો મારા દિલને,
તારા મીઠા શમણા રાતભર માણીને મદમસ્ત છું.

પ્રભાતની કિરણે મહેકતી સુગંધી તારી યાદને,
પેલી રાતરાણીના પુષ્પમાં સંઘરીને અલમસ્ત છું.

જીવન વિતાવી લઉં તારી યાદોના સહારે હું,
"રોચક" છેલ્લા શ્વાસ સુધી એવો જબરજસ્ત છું..

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 24 નવેમ્બર, 2012

"સાધના" હાઈકુ...


જીવન એક
સાધનામય રહે,
તો બેડોપાર.

સાધનામાં તો,
હું જ મુસાફર ને
હું જ મંઝિલ.

પીડા દાયક
સાધનાને કારણે
મોક્ષ સાંપડે.

સાધના એજ,
આત્મનિરીક્ષની
દ્રષ્ટિભાવના.

નિજસ્વરૂપ
ને સમજવું એજ
સાધનામય.

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 12 નવેમ્બર, 2012

મને લાગે કે વૃક્ષોની ડાળ થઈ જઉં...

ખુબ સુંદર છે વનરાવન ના વૃક્ષો,
મને લાગે કે વૃક્ષોની ડાળ થઈ જઉં...

નિર્મળ છે સરોવરનાં જળ અહિંયા,
મને લાગે કે સરોવરની પાળ થઈ જઉં...

ઊભા છે પવૅતો આનંદ ઉલ્હાસથી,
મને લાગે કે પવૅતોની ઉંચા થઈ જઉં...

સુયૅ પણ નમતો લાગે ગમતો અહિ,
મને લાગે કે શુભ-સંધ્યાકાળ થઈ જઉં...

મનડું કહે છે 'રોચક' વનરાજીમાં,
બસ હવે તો નાના બાળ થઈ જઉં..
હવે તો વહાલા મિત્રોની ભાળ થઈ જઉં...

-અશોક વાવડીયા,《રોચક》♥

પહાડોની વચ્ચેથી નીકળતી....

પહાડોની વચ્ચેથી નીકળતી,
ખળખળ વહેતી નજર ઢળતી,
હરપળ ખુબ પ્રભાવ છે તારો...

દરેક ઢોળાવમાં તુ ઢળતી,
સૌને જુકવાનો ભાવ છે તારો...

મેદાનોમાં તો તુ સ્થિર થઈ વહેતી,
લાગે છે શાંત સ્વભાવ છે તારો...

તારે કિનારે  ફૂલ પણ શરમાય છે,
એટલો સુંદર દેખાવ છે તારો...

તુ વહેતી વહેતી દિરયાને મળતી,
દિરયાને મળવાનો લગાવ છે તારો...

આમ તો બધુ છે 'રોચક'ની પાસે,
બસ માત્ર ને માત્ર અભાવ છે તારો...

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 6 નવેમ્બર, 2012

હું બની જઉં મોગરાની ખુશ્બું જો ક્યારેક તો...

હું બની જઉં મોગરાની ખુશ્બું જો ક્યારેક તો,
તું સમિરનું રૂપ ધરી મારી સોડમ તો પ્રસરાવજે..

હું બની જઉં ધબકતું હ્રદય જો ક્યારેક તો,
ધમની ને શીરા બની મારો સાથ નિભાવજે...

હું બની જઉં સૂર્યમુખીનું ફુલ જો ક્યારેક તો,
ધોડે થઈ અસવાર  સૂર્ય સમ તેજ પથરાવજે...

હું બની જઉં કુમળી કળી જો ક્યારેક તો,
તું બની આવજે પતંગા મુજ બાગ મહેકાવજે..

હું બની જઉં વાદળી વરસીને થાકું ત્યારે,
તું નવરંગ મેઘધનુષ્ય બની મુજમાં રંગ પૂરાવજે..

હું બની જઉં પરોઢનું ઝાંકળ બિંદુ જો ક્યારેક તો,
તું પરોઢી કિરણ બની મુજને મોતિ સમ ચમકાવજે..

-અશોક વાવડીયા,《રોચક》

સોમવાર, 5 નવેમ્બર, 2012

વિરહની અસંખ્ય વેદનાઓ હું પી ગઈ....

વિરહની અસંખ્ય વેદનાઓ હું પી ગઈ,
તારા આવવાની પોકળ આશ પી ગઈ.

એકલવાયું જીવન છે જીવી લઈશ હવે,
મારા મુખનું હાસ્ય પણ આજ પી ગઈ.

મળ્યા છે ઘણા દર્દ પરવા નથી દિલને,
હવે જગત આખાના હઠીલા દર્દ પી ગઈ.

કોઈ વાર તરસતી આંખો તને આવકારવા,
સાના ખુણે સઘળા આંસુંઓ પણ પી ગઈ.

રહેજે સદા ખુશ છે દુવા મારી "રોચક"હવે,
હું તો જીવનમાં વિયોગના વિષ પી ગઈ.

-અશોક વાવડીયા, 《રોચક》♥


શુક્રવાર, 2 નવેમ્બર, 2012

Save The Girl Child !!!

માઁ તું મને જન્મ દે જે,
તારા હેતનો ખોળો ખુંદવા દે જે..

રમીશ તુજ આંગણમાં,
પા..પા..પગલી તું માંડવા દે જે..

દિપાવીશ તુજ કુળને,
મને તારી છાયામાં પ્રજલવા દે જે...

-અશોક વાવડીયા,《રોચક》


બુધવાર, 31 ઑક્ટોબર, 2012

ભલે પૂરા સમાજમાં દુનિયા,મારા વગોવણા કરતી રહે !!!


ભલે પૂરા સમાજમાં દુનિયા,મારા વગોવણા કરતી રહે,
પ્રભાતની એક કિરણે,તારા પ્રેમની સૌગાત માણી લઉં..

ભલે પૂરો દિવસ દુનિયા,મારા પ્રેમ પર ટોણા કસતી રહે,
સાંજે એક સ્મરણે,તારી યાદનું એક શમણું માણી લઉં..

ભલે પૂરી જિંદગી દુનિયા,મને પાગલ મજનું કહેતી રહે,
તારી યાદના સહારે,મારું જીવનએમજ પસાર કરી લઉં..

ભલે જન્મો જન્મ દુનિયા, મારા પ્રેમનું ગળુ ઘોટતી રહે,
દરેક જન્મે "રોચક", તારું નામ મારા દિલમાં કોતરી લઉં..

-અશોક વાવડીયા, 《રોચક》♥

મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

થોડું તમે આગળ વધ્યા હોત !!!

......થોડા તમે આગળ વધ્યા હોત,
......થોડા અમે આગળ વધ્યા હોત,
તો આ અંતર જરૂર થોડા ઘટ્યા હોત.

......થોડી તમે લાગણી ઉમેરી હોત,
......થોડી અમે લાગણી ઉમેરી હોત,
તો આ લાગણીના જરૂર ઝરણા હોત.

......થાડું તમે મન ખુલ્લુ કર્યું હોત,
......થોડું અમે મન ખુલ્લુ કર્યું હોત,
તો આ મન જરૂર ખુલ્લુ દર્પણ હોત.

......થોડી તમે બાંધછોડ કરી હોત,
......થોડી અમે બાંધછોડ કરી હોત,
તો આ જીંદગી જરૂર આપણી હોત.

.......થોડું તમે પ્રેમથી મને કહ્યું હોત,
.....થોડું અમે પ્રેમથી તમને કહ્યું હોત,
તો આ પ્રેમનગર જરૂરથી'રોચક' હોત.

-અશોક વાવડીયા,《રોચક》♥

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ધડકતો રહું તુજ હૈયે !!!

હૈયે હેતના હલેસા તારા દિલમાં વહેવા દે,
જીદ છે મારી આજ કોઈક કારણ આપી દે.

વહેતો રહું સદા એવો કોઈ નકશો આંકી દે,
વહેવા માટે હ્દયે નાની જગ્યા આપી દે.

મૌન સમજવા મુખ પર લાગણી આંકી દે,
દિલમાં ઉતારવા હેત નો પ્રવાહ હાંકી દે.

સમાઈ જાઉં ધડકન બની દિલ ખોલી દે,
ધડકતો રહું તુજ હૈયે'રોચક'રજા આપી દે.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 27 ઑક્ટોબર, 2012

મારું દિલ મારું મન !!!

દોસ્તી અને પ્યારના કિનારા વચ્ચે,
તાફાને ચડેલા ઝરણા જેવું છે મારું દિલ..

હરિયાળી અને ઝીલના કિનારા વચ્ચે,
સમાઈ જવાને તલપાલડ છે મારું દિલ..

આકાશ અને ધરતીના છેડાની વચ્ચે,
જો યાદોના ચકરાવે ચડેલું છે મારું મન..

સાગર અને નદિના તટ પ્રદેશ વચ્ચે,
મળવાને આકુળ વ્યાકુળ છે મારું મન..

બાળપણ અને યુવાનીના ઉંબરા વચ્ચે,
તને પામવા થનગનતું'રોચક'મારું મન..

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012

મારી યાદ તારી સાથે છે !!!

જેમ નદિઓની સાથે !!
કિનારા છે..

જેમ દરિયાની સાથે !!
ખારાશ છે..

જેમ તારાઓની સાથે !!
આકાશ છે..

જેમ સબંધોની સાથે !!
વિશ્વાસ છે..

તેમ આંખો બંધ કરીને જો !!
મારી યાદ દરેક વખતે તારી સાથે હશે..

....《રોચક》....

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

મશહૂર થાવું છે !!!

આવ્યો છું તારા આ પ્રેમ નગરમાં,
કરવાને પ્રેમ હવે તો મજનૂ થાવું છે.

તારા નામનો ઉંગાડુ ચાંદ આસમાને હું,
ચાંદનીમાં વહેતા લાગણીના પૂર થાવું છે.

રચવી તારા માટે સ્વપ્નોની દુનિયા,
તારા માટે સ્વર્ગ રચી મશહૂર થાવું છે.

અધીરો છું હેત વરસાવવા તારા પ્રેમ નગરમાં,
વિશ્વાસ રાખ ક્યાં હવે ક્યારેય તારાથી દૂર થાવું છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

મારું ગામ નીકળ્યું !!!

સહજ મનની અંદર એક શમણું નીકળ્યું,
શમણું પણ કેવું જોને સમજણું નીકળ્યું.

મારા ઘરની સામે એક સરોવર નીકળ્યું,
સરોવરની અંદર કોમળ કમળ નીકળ્યું.

ક્ષીતિજે જરા જોઉં કુંજનું ટોળુ નીકળ્યું,
ઉગમણું પ્રભાતનું એક કિરણ નીકળ્યું.

'રોચક'શમણાંનું દ્રશ્ય સુંદર નીકળ્યું,
જાગીને જોઉં આતો મારું ગામ નીકળ્યું.

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

આજે તો કાનાનું લખવું છે !!!

આજે મારે મન ગમતુ એવું ખાસ લખવું છે,
કૃષ્ણ જન્મનું એવું સુંદર પ્રાસ લખવું છે..

ઘરે ઘરે રમતો પ્રેમ કરતો કાન લખવું છે,
ગલીએ ગલીએ ગોકુળીયું ગામ લખવું છે..

ગોપીઓની સંગ વનરાવનનું રાસ લખવું છે,
માખણ ચોરનું સઘળું ખુલ્લે આમ લખવું છે..

રાધાજીના દિલમાં વસેલો કાન લખવું છે,
તમે જ છો પ્રેમજીવન આધાર લખવું છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

તારા હ્દયમાં જગ્યા દઈ દે !!!

લે મારા મુખેથી ઝરતા મોતી તું ભલે લઈ લે,
પણ તારા દિલના સાના ખુણે મને જગ્યા તું દઈ દે..

ભલેને તું મારું ધબકતું હ્દય પણ લઈ લે,
પણ મારી બાલસમજ જીદનું શું તે તું હવે કઈ દે..

અમ હ્દયની ડાળે ડાળે બંધાવુ હેતના ઝુલા,
કોક દિ તારા હ્દયે હીચકવાની પરમિશન તું દઈ દે..

લે મારા દિલનો ધબકાર સદેવ રહે તારો હવે,
તારા સિવાયનો હોય કોઈ ધબકાર તો તું મને કઈ દે..

લે મેળવ તારા ધબકારાને મારા ધબકારાથી,
હવે'રોચક'આમાં તારા ઘબકારા ક્યા છે તે તું કઈ દે..?

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

ગાંધીજી !!!

એક વ્યક્તિ,
એક વસ્ત્ર,
એક શસ્ત્ર,
અહિંસા પરમો ધર્મ..

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

હું તો કૈદ થયો છું !!!

લે ખોલ તારી નજરુ 'રોચક' હવે જો,પછી
તારી સામેની દિવાલે જો હું ત્યાં ફ્રેમ થયો છું..

પણ મને એ બતાવ તુ શાને ફ્રેમ થયો છે ?
હું તો તારા દિલમાં જોને ખુશીથી કૈદ થયો છું..

બસ આજીવન લટકતો રહિશ આ દિવાલે,
પછી કે જે કે તુ કેમ આજ ફ્રેમમાં કૈદ થયો છે..

વહાવ તારી લાગણીના પ્રવાહ 'રોચક'જોને
મારી તો નજરુમાં જ લાગણીનો દુષ્કાળ થયો છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

તારી યાદ આવી જાય તો કેવું ?

દરિયાના પટમાં કંડારી હતી,
તારી તસ્વિર મારા દિલમાં,
સમાવી જાય તો કેવું ?

તારા પ્રેમની ઝંખના રહી,
બની એક યાદ તું,આજ,
આવી જાય તો કેવું ?

ભલે પછી તારા શમણાંની,
નાજુક નમણી રાત મને,
ફાવી જાય તો કેવું ?

જીવન સાથી બની આવી છે,
સાત જન્મની સાથી બની,
'રોચક'નાં દિલમાં તું,
ઉતરી જાય તો કેવું ?

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

દુનિયા તને પૂછતી રહે !!!

નિત્ય ક્રમ છે ઉગતો રહે તે આથમતો રહે,
બીજ એવા વાવ સદાકાળ કૂંપળ ફુટતી રહે.

કહેવત છે કે બોલે તેના જ બોર વેચાતા રહે,
તું આવાજ ઉઠાવ કે અનાદિકાળ ગુંજતી રહે.

જીવન મંત્ર છે કે ફરતો રહે તે જ ચરતો રહે,
ડગ માંડ દુનિયા તારા નક્શેકદમ ચાલતી રહે.

રેખાઓ તારા હાથની બનતી બગડતી રહે,
કર્મ એવા કર કે દુનિયા તને પૂછતી રહે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મારી સાથે જ આમ કેમ થાય ?

હું દરેકને સમજવાની કોશિસ કરું,પણ ખુદને ના સમજાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

સમજનારાઓની આ દુનિયામાં,મને સમજની અછત વરતાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

ઘડીભર હા તો ઘડીભર ના થાય,હા,ના નું ચક્કર ના સમજાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

જ્યારે સમજનારાઓ સાથે રહે,ત્યારે જ ના સમજ થાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

નાદાની ની હદ ત્યારે થાય'રોચક',ખુદની લાગણી ના સમજાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

-અશોક વાવડીયા《રોચક》♥

શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

આજ મને સમજાય ગયું !!!

રહેતી સતત આંખોમાં ભીંનાશ તારી યાદની,
આજ મને સમજાય ગયું..

વરસી પડી આજ લાગણીઓ  પૂરબહારથી,
આજ મને સમજાય ગયું..

દિલની ધડકન પણ મંથરગતિએ ઘટતી રહિ,
આજ મને સમજાય ગયું..

તારી સાથેની દૂરી સમયે સમયે વધતી રહિ,
આજ મને સમજાય ગયું..

મળ્યા છે પોકળ વાયદા તારા સંગાથના,
આજ મને સમજાય ગયું..

તારા મારા સબંધનું નામ જ કેવું"રોચક"હતું,
આજ મને સમજાય ગયું..

-અશોક વાવડીયા,《રોચક》♥


બુધવાર, 17 ઑક્ટોબર, 2012

ના સમજાવશો મને !!!

ના સમજાવશો મને,કેન્દ્રબિંદુનાં સમિકરણો,
વરસાદી એક વાદળી છું,તારા અંગ અંગ ભીંજવું છું.

ના સમજાવશો મને,વિસ્તરણનાં માપદંડો,
આશિલું એક શમણું છું,તારા માનસપટલ પર વિસ્તરું છું.

ના સમજાવશો મને,પાગલ પણની હદ વિશે,
લાગણીનો એક પ્રવાહ છું,તારામાં અવિરત વહેવું છે.

ના સમજાવશો મને,સબંધોના સરવાળાઓ,
નાનું એક મીંડું છું,સબંધોનાં સરવાળા પાછળ રહેવું છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

કુદરતની સાથે કનેક્શન !!!

જીતી લે કોઈ દિલ પ્રક્રુતિના,
તેને ખુશીઓની દરેક પળ મળે છે..

સમુદ્ર ગરમીમા તપતા રહે,
ત્યારે જ વરસાદ રૂપે જળ મળે છે..

આ વાદળોના સિંચનથી જ,
જગમા જંગલ રૂપે ઉપવન મળે છે..

જીવીત રહે જો જંગલ તો,
ઓક્સિજન રૂપે શ્વસન મળે છે..

'રોચક'કુદરતની કરામત કેવી,
દરેકનું દરેકની સાથે કનેક્શન મળે છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

મંગળવાર, 16 ઑક્ટોબર, 2012

તમે મળ્યા જાણે,કે !!!

તમે મળ્યા જાણે,કે !
બ્લેક એન્ડ વાઈટ હતો ચહેરો મારો,
ગુલાબની જેમ ખીલી ગયો..

તમે મળ્યા જાણે,કે !
નવલી નવરાત્રીનો આનંદ જાણે,
અનેક ગણો વધી ગયો..

તમે મળ્યા જાણે,કે !
દિવસ રાત્રીનો સમય જોને કેવો,
એક સરખો થઈ ગયો..

તમે મળ્યા જાણે,કે !
હંમેશા રહેતો અધુરો "રોચક" જોને,
પરિપૂર્ણ થઈ ગયો..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

મજા ઔર રહે !!!

છલકાય જવાની પણ મજા ઔર રહે,
જ્યારે તારા દિલમા મુજ સરોવર રહે..

મલકાઈ જવાની પણ મજા ઔર રહે,
જ્યારે તારો મારા તરફનો પ્યાર રહે..

વહેતા રહેવાની પણ મજા ઔર રહે,
જ્યારે બંને કાંઠે તારો જ સ્નેહ રહે..

રોકાઈ રહું તારામાં કોઈ કારણ તો રહે ?
પછી ભલેને "રોચક" તું અકારણ રહે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

જ્યારે તું ના મળે !!!

ઉપર આભ નીચે ધરતી મને કાંઈ સમજ ના પડે,
મનમાં એક જ આવે વિચાર તું મને આજ મળે..

ટળવળે જરૂર મારા નયન જ્યારે તું ના મળે,
દિલને દિલાસો દઉં કે શાયદ તારી યાદો મળે..

આકાશી પંખીને જઈ પૂછું કોઈ તારી ભાળ મળે,
પંખીને દઉં સંદેશો કહેજો સરોવરની પાળે મળે..

ચંદરવાની ચાંદનીમાં ખોવાણો હું રાત રાત ભર,
તને મળવાનો  એક પણ વિચાર સારો ના મળે..

"રોચક"મજધાર ડૂબી નૈયા મારી આંસુ સરી પડે,
પાર કરવાને દુ:ખનો દરિયો કોઈ કિનારો ના મળે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શનિવાર, 13 ઑક્ટોબર, 2012

"હાઈકુ"તારો સંગાથ !!!

તારો સંગાથ,
ભર ચોમાસે જોને,
છત્રીનો છાયો..

તારો સંગાથ,
ભાદરવે થયો જો,
ઠંડનો મારો..

તારો સંગાથ,
ભર ઉનાળે જોને,
ટાઢો છાયડો..

તારો સંગાથ,
ભર શિયાળે જોને,
હો ગરમાટો..

તારો સંગાથ,
બળતા બપોરે જો,
વર્ષાનો મારો..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com