શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

માંગતો ફરુ...

માંગતો ફરુ આ દુનિયાથી,મળે જો
મારા જીવન આવૃતિની જુની કોપી,
ભૂલોને સુધારી લઉં"અશોક",જોઈને
જીવન આવૃતિની જુની કોપી...

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com

જીવન આવૃતિ...

જીંદગીની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો  ?
જીવનમાં કરેલ તમામ ભૂલો સુધારી લેત..

બાળપણની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
બાળપણની દરેક રમત-ગમત માણી લેત..

યુવાનીની બીજી આવૃતિ પ્રગટ કરી શકાતી હોત તો ?
અધુરી રહેલ સારી ઈચ્છાઓ પૂરી કરી લેત..

ઘડપણની બીજી આવ઼તિ પ્રગટ કરી શકાતી હોત તો ?
"અશોક"સર્જનહારને જરૂરથી ભજી લેત..

-અશોક વાવડીયા,

All Friends Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com

સંધ્યાકાળની યાદ...

શુભ-સંધ્યાકાળ મિત્રો...

સંધ્યાકાળે ગૌધન ગોવાળ પાછા વળે નેસ,
મંદિરે જાલર વાગી થઈ ઠાકોરની આરતી ત્યારે,
વાળુ કરી પડે પથારીએ આવે શમણાની રાત,
લાગે છે એજ તારી યાદ..

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com

હર્ષ ઘેલી લાગણી...

શરદ ઋતુની ઠંડીથી કાંપતી,
ટુટીયું વળીને રજાઈમાં સમેટાયલી,
મારી હર્ષ ઘેલી તારા તરફની લાગણી...

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com


ખુશીની લાગણી...

તારા હોવાની ખુશીમાં !
વસંતની રાણી સાથે કોયલ પણ જોને,આજ
પેલી આમ્રકુંજમાં એકલી બેઠી ટહુક્યા કરે...

-અશોક વાવડીયા,

All Friends Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com


ગુરુવાર, 30 ઑગસ્ટ, 2012

વેદના...

હું તો ધોવાયેલી લાગણીમાં ઢસડાતી જાઉં છું,
મારા માનસપટ પર જોને વિસરાતી જાઉં છું...

-અશોક વાવડીયા,

Like And Join My Blog:
http://ashokvavadiya.blogspot.com
ashokvavadiyablog.wordpress.com


બુધવાર, 29 ઑગસ્ટ, 2012

જમાનો જાલીમ છે...

કોઈને આંગળી પકડવા આપો પછી,
હાથ આખોને આખો કેમ માંગે છે ?

એક નારિયેલનાં બદલામાં સર્જનહારથી,
ગાડી,ઘોડાને બંગલા કેમ માંગે છે ?

પોતાનાં અંગત સ્વાર્થ સાધવા મનુષ્ય,
આપ્તજનની બરબાદી કેમ માંગે છે ?

અહિતો 'અશોક'એક નાનકડા રૂપિયાનાં બદલે,
લોક અઢળક ધન દોલત કેમ માંગે છે  ?

-અશોક વાવડીયા,


સપનાને આવકાર...

તારા મનડાની રજા વગર કેમ આવે કોઈ તારા સપનામાં,
એ તો દિલનાં દરવાજે આવકારવા બેસ,તું
તો કોઈ આવે તારા સપનામાં..

-અશોક વાવડીયા,


હ્દયની વેદના...

તારી યાદનું એક વાદળ નિકળ્યું,
હું તો ત્યાંજ પલળી ગયો વરસાદમાં.

તારી હાજરીની કિરણ દેખાણી આકાશે,
મારી લાગણી સુકવવા બેઠો હું વરસાદમાં.

પ્રેમમાં આટલી મજબૂરી હશે શું ખબર,
ત્યાં ઉભો ઉભો હું વરસી ગયો વરસાદમાં.

એક જ પળની શક્યતા હતી "અશોક",
પળ પણ વીતી ગઈ તારી સાથે વિખવાદમાં.

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com


નજરુંના કામણ...

આ અધ્ધખુલ્લી બારી પર મારી નજર જ્યારે જ્યારે પડી,
બસ ત્યાંજ સૂર્યોદય થયો વળી ત્યાંજ સૂર્યાસ્ત થયો..

-અશોક વાવડીયા,

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

લાગણીનો પ્રવાહ..

જ્યારે મારા લાગણીનાં પ્રવાહ સુકાય ગયા તારી યાદમાં,
આજ વ્હાલમ શમણામાં આવીને અનરાધાર વરસી ગયો ..

-અશોક વાવડીયા,

All Friends Li

મુખોટા જુદા છે...

મુસ્કુરાહટ લઈને ફરતા હશે કેટલાય મુખ પર,
વ્યક્ત થઈ ના શકે એવા દુ:ખનાં ડુંગર કેટલાંય !

-અશોક વાવડીયા,


સમજનાર મળે તો ઘણું...

જીવનમાં સલાહ આપનાર તો ઘણા મળ્યા,
કોઈ એક સમજનાર મળે તો ઘણું !

નથી પૂરવા રં૮ગ આ દિલમાં ભાત ભાતના,
કોઈ એક રંગ બસ ભળે તો ઘણું !

દુનિયા આખી ફરે છે રોશનીની તલાશમાં,
કોઈ એક નાની જ્યોત મળે તો ઘણું !

જીવનપથ પર દોડ છે મંજીલની તલાશમાં,
કોઈ અક ટુંકી કેડી મળે તો ઘણું !

"અશોક' જીવે છે લોકો પોતા માટે દુનિયામાં,
તું એક બીજા માટે જીવે તો ઘણું !

-અશોક વાવડીયા,


સંધ્યારાણી આવી...

સૂર્યાસ્તને સથવારે થનગનતી સંધ્યારાણી આવી,
વાયુની લહેરખીએ તારી કોઈ મનગમતી  યાદો આવી..

-અશોક વાવડીયા,

સમજનારા જુદા...

નથી કોઈના જીવ જુદા પણ લાગે છે સૌના કર્મ જુદા,
નથી કોઈ સાચું કહેનારા જુદા લાગે છે સમજનારા જુદા..

-અશોક વાવડીયા,

તારા વિરહમાં....

તારા વગરનું સૂનું જીવન બરબાદ કરું છું,
તારા આવવાની આશા કરું છું !

ઘણો તડપાવ્યો છે જીવને તારા વગર,
તારા મળવાનો દિલાસો દઉં છું !

હજુ પણ તને મળવાની તમન્ના છે દિલમાં,
પામશે જરૂર તને એવું કહું છું !

એક એક શ્વાસ તુટતો રહે છે તારી યાદમાં,
છેલ્લા શ્વાસનાં સામ દઉં છું !

મળી શકે તો મળજે મને 'અશોક'હવે,નહિ તો
તને આવતા ભવનો કોલ દઉં છું !

-અશોક વાવડીયા,


સોમવાર, 27 ઑગસ્ટ, 2012

રચનાત્મક વિચાર...

તારા આંગળીનાં ટેરવાનું જરા હેત ભળે,
મારા મનનાં વિચારોનો એમાં સંગાથ મળે,
તૈયાર થાય એક રચનાત્મક વિચાર,એને જ
કદાચ કહેતા હશે કવિતા...

-અશોક વાવડીયા,


રાજની વાત...


નકામા અને ખરાબ સમાચારોને તો ઉડવાને પાંખ હોય છે,
જોને "અશોક" સારા સમાચારને ચાલવાને પણ ક્યાં પગ છે..

-અશોક વાવડીયા,


સહારો શોધુ છું...

જિંદગીની સફર છે ઘણી આકરી "અશોત",
વહેતા રહેવા સતત સંસારમાં બસ હવે તો,
કિનારાનો સહારો શોધું છું....

-અશોક વાવડીયા,


રવિવાર, 26 ઑગસ્ટ, 2012

લે ચાલ...

લે ચાલ સબંધોને હવે નવી મંજીલ આપીયે,
રોજ મળવાને બદલે કશે જઈ માળો બાંધીયે.

-અશોક વાવડીયા,
૨૭/૦૮/૨૦૧૨,



એમજ થોડી મળે...

એમજ થોડી મળે આ મેઘલી રાત તને અહિ,
મારા શમણાં સજાવ તું આ મેઘલી રાત મહિ..
-અશોક વાવડીયા,


બીજુ શું જોઈએ...

પેલી બારીમાંથી તારું એજ અદાથી ડોકાવું,
મારી નજરુંનું તારી નજરોથી આપમેળે ટકરાવું,
બીજુ શું જોઈએ મારે ખાસ આમાં...

-અશોક વાવડીયા,



યાદ...

પવન કરતા અધિકવેગ હતો કલ્પનાઓનો,
તારી યાદ આવી કે હું અહિ પર જ રોકાય ગયો.

ઘનઘોર વાદળોનાં અંધકારમાં છૂપાયો વિચાર,
ઉમ્મીદની અક કિરણ નીકળી કે હું ફાવી ગયો.

આંબાવાડીમાં મધુક કુક સંભળાઈ કોયલ તણી,
તુ નજદીક છે એવો અણસાર મને આવી ગયો.

શોધવાને તને ભટકું હું ઉપવનમા અહિ તહિ,
ના મળવાથી તું હતી સપનામાં એવું"અશોક"જાણી ગયો.

-અશોક વાવડીયા,
૧૭/૦૭/૨૦૧૨,


વરસી જાય તો કેવું ?

તરસી લાગે ધરતી,
બની વરસાદ એક વાદળ,
વરસી જાય તો કેવું ?

તારી જ લાગણીનું,
ભલે એક લીલું તણખલું,
ઉગી જાય તો કેવું ?

-અશોક વાવડીયા,


ભૂલના કરો...

સુંદરતા..

સુંદરતા !
એજ તારી સાથેની,
મારી આ બોલતી,
તસ્વિર જ જોને,
વાલમ...

-અશોક વાવડીયા,


ખુશીની પળ...

તમે મળ્યા જાણે,કે !
બ્લેક એન્ડ વાઈટ હતો ચહેરો મારો,
ગુલાબની જેમ ખીલી ગયો...

-અશોક વાવડીયા,


મારા હદ્ય ઉધાનનું ફૂલ છે દિકરી...

વ્હાલનો દરિયોને હેતની હેલી છે દિકરી,
મધમધતી ફૂલની ટોકરી છે મારી દિકરી.

મારા લાગણીનો ઘસમસતો પ્રવાહ છે દિકરી,
મારા હ્દય ઉધાનનું ફૂલ છે મારી વ્હાલી દિકરી.

પાપાની પરિને મનગમતી ઢીંગલી છે દિકરી,
મારા સ્વર્ગ જેવા ઘરની અપ્સરા છે દિકરી.

"અશોક" તારો ચડતો-ઉતરતો શ્વાસ છે દિકરી,
સર્જનહારની તને મળેલી ઉત્તમ ભેટ છે દિકરી.

-અશોક વાવડીયા,
૧૬/૦૭/૨૦૧૨,


શનિવાર, 25 ઑગસ્ટ, 2012

થઈ રહ્યો છે ચિંતાનો વરસાદ...

દૂર દૂર સુધી એક વાદળ નજરના આવતું,
થઈ રહ્યો છે ચિંતાનો વરસાદ...

લીલુડી આ ધરતી રણપ્રદેશમાં ફેરવાય,
થઈ રહ્યો છે ચિંતાનો વરસાદ...

અનાજ,પાણીને ઘાસ-ચારાની તીવ્ર થાશે તંગી,
થઈ રહ્યો છે ચિંતાનો વરસાદ...

મોંઘવારીથી આમ જીવનમાં થાશે મારામારી,
થઈ રહ્યો છે ચિંતાનો વરસાદ...

"અશોક" કહે સર્જનહારને તે શું કરવા ધારી,
થઈ રહ્યો છે ચિંતાનો વરસાદ...

-અશોક વાવડીયા,
૦૩/૦૮/૨૦૧૨,


ંઆવી જાય કેવું ?