મારું ય માનપાન હતું, કોણ માનશે ?
એથી ય વધુ ગુમાન હતું, કોણ માનશે ?
હાઈકુ,ગીત,છંદ, ગઝલ, કાવ્ય ને ભુલી,
એની ઉપર જ ધ્યાન હતું, કોણ માનશે ?
ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા,
હા એ, સરસ તો ગાન હતું, કોણ માનશે ?
હું તો હજી ય શોધુ છું સાગર જુઓ, દ્વિધા,
તટ પર જ,આ રુવાન હતું, કોણ માનશે ?
"રોચક" હશે ગુમાન તને કીર્તિ, સિધ્ધિ નું,
ખુદ પર મને ય માન હતું, કોણ માનશે ?
-અશોક વાવડીયા,《રોચક》♥
#છંદ=ષટ્કલ ૨૨ વિષમ
ગાગાલ ગાલગાલ લગા ગાલ ગાલગા