સોમવાર, 31 ડિસેમ્બર, 2012

પર્ણને જીવતું રાખે !!!

જડથી ઉત્પન થઈ શીરાઓ બધી ફેલાણી,
પેલા ઝાડના એક એક પર્ણને જીવતું રાખે.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 29 ડિસેમ્બર, 2012

તારી કુણી યાદ !!!

વેદના એટલી જ રહેલી છે મારા દિલમા ત્યારે,
તારી કુણી યાદ,લાગણી ભીંના મલમ થઈ જડે..

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 26 ડિસેમ્બર, 2012

કિનારો બની ઉભો રહું !!!

કિનારો બની ઉભો રહું જીવનભર,
મળે હર પળ એવા હેતના હલેસા હજાર જોઈએ..

-અશોક વાવડીયા,《રોચક》♥

તારું અને મારું મળવું !!!

તારું અને મારું મળવું છે કઈક એવું,
જાણે,ધરાનું તરસવું ને આભનું વરસવું.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

ઋતુંએ ઋતુંએ કલર બદલાય છે !!!

ક્યાં કદી સબંધો મુરજાય છે,
બસ ઋતુંએ ઋતુંએ કલર બદલાય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

એક આંસુને સમુદ્ર રચાય છે !!!

ક્યાં કદી લાગણીઓ સુકાય છે,
બસ એક આંસુને સમૃદ્ર રચાય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

રવિવાર, 23 ડિસેમ્બર, 2012

છૂપાવતો ફરે લાગણીઓને !!!

તું પણ છુપાવતો ફરે લાગણીઓને એવી રીતે,
જેવી રીતે કોઈ ઘટનામાં ભીનું સંકેલાતુ હોય છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

સુગંઘ સંઘરી કેમ !!!

કેટ કેટલી કોશીસને અંતે પામ્યા છીએ,
રાતરાણીને પૂછ પરોઢે સુગંધ સંઘરી કેમ.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

મોજે મોજ !!!

અજાણ હતો હું,મુજ જીવન ખોજથી,
તમે મળ્યા જાણે,પળે પળ મોજે મોજની.

-અશોક વાવડીયા,《રોચક》♥

લીલોછમ ઝાંકળ !!!

તું શોધે મને પરોઢના સપનામાં ત્યારે,
હું જ ચમનમાં લીલોછમ ઝાંકળ મુકીશ..

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 18 ડિસેમ્બર, 2012

नजरो का खेल !!!

कीतने सागर की गहेराईया,तेरी आंखो में रही  ।
किनारे बेठने के बावजूद,मेरी आंखे खुंपती रही ।।

-अशोक वावडीया,《रोचक》♥

સોમવાર, 17 ડિસેમ્બર, 2012

શું થતું હશે !!!

લાગણીઓ ઘવાય જ્યારે,વિશ્વાસ પણ તુટે ત્યારે,
તું બતાવ મને કે,મારા આ નાજુક નમણા દિલનું શું થતું હશે..

નિંદરું છુરાવી,શમણે બંધાવી,આમ કોઈ જતું હશે,
આંખોથી દૂર થઈ જાય કોઈ,ત્યારે એકલતાનું શું થતું હશે..

દુ:ખ ભરી લાગણીઓની આદત પડી ગઈ છે મને,
પણ આંસુઓ વહાવી વહાવીનેે આ આંખોનું શું થતું હશે..

તું રહે તો મુજ હ્રદય બાગમાં સૂર્ય સમ તપતો લાગે,
તારા ગયા પછી આ મુજ મુરજાયેલા ફુંલોનું શું થતું હશે..

તું આટ-આટલી વિરહની વેદના સહી શક્યો કે,
તારો હર પળ સાથ નિભાવતો આ બાકડાનું શું થતું હશે..

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 14 ડિસેમ્બર, 2012

મને ખબર નહોતી કે !!!

મને ખબર નહોતી કે,ઉકળાટ પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,જળ રૂપે આસમાનેથી ધરતી પર પડવાનું છે..

મને ખબર નહોતી કે,વરસ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,કુંપળ ફુટશે તો તને વેદના ખુબ થાવાની છે..

મને ખબર નહોતી કે,ઉગ્યા પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,હરિયાળી રૂપે જ ધરતી પર પથરાવવાનું છે..

મને ખબર નહોતી કે,હરિયાળી પછી શું થવાનું છે,
મને ખબર એ હતી કે,મબલખ પાક રૂપે જ અહીં અવતરવાનું છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

નારાજગી !!!

નારાજગી  !!!
ના નથી મારે કઈ બોલવું હવે,તારી સાથે,
આવવાનું કહીને,શમણે સજાવે તું રાત છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012

જત જણાવવાનું કે !!!

જત જણાવવા નું કે  !!!
તારા પરદેશ ગયા પછી દરેક લાગણીઓ,
મને બ્લેક એન્ડ વાઈટ જ વંચાય છે,
ત્યાંની કોઈ કલર ફુલ યાદો હોય,
તો જરૂર મોકલ જે..

-અશોક વાવડીયા,《રોચક》♥

સમી સાંજની તારી આ યાદ !!!

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
ભીતરની ખારાશને ધોવા,
જાણે મુજ હ્રદય સાગરને મીઠું ઝરણું મળ્યું..

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
રાત્રીના રાતરાણીના પુષ્પની સોડમ,
સૂર્યકિરણ પડતા જ મારા દિલમાં સમાય..

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
કડકડતી ટાઢથી કાંપતી ટુંટીયું વળીને પડેલી,
તારી હર્ષ ઘેલી મારા તરફની કુંણી લાગણી..

સમી સાંજની તારી આ યાદ,
જાણે,
ભર ઉનાળાની કાળઝાળ ગરમીમાં,
અચાનક મેઘની જેમ તારું વરસવું.

-અશોક વાવડીયા,《રોચક》♥

બુધવાર, 12 ડિસેમ્બર, 2012

તને પામવાની ઈચ્છા એટલે (ભાગ-૨) !!!

♥12/12/1994 To 12/12/2012♥
                       18-Year
★~★Marriage Anniversary★~★

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
ભર ઉનાળે પક્ષી
કોઈ જળ ક્ષેત્રની શોઘમાં.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
તારી યાદ માત્રથી
ચાલતી રહે શ્વસન ક્રીયા.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
સંધ્યા ટાણે પક્ષીઓનું
પોતાના માળા તરફનું પ્રયાણ.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
ચંદ્રને તરસે ચકોર,
ચાતક મેઘને તરસે ચારે કોર.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 11 ડિસેમ્બર, 2012

તને પામવાની ઈચ્છા એટલે !!!

            ♥18th.♥
    ★~★Happy★~★
  ★~★Marriage ★~★
★~★Anniversary★~★

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
આકાશી મેઘ ધનુષ્યના
સઘળા રંગ તારામાં ભરવાની મહેચ્છા.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
મારા ઝગમગતા સપનાને
સૂર્ય ઢળવાની રાહની તાલાવેલી.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
પહેલી વરસાદી બૌછારથી
ધરતી ચીરી કૂંપળનું અચાનક ફુટવું.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
જાસૂદની કળીને ખીલવા
આકાશી ઉજાસની તીવ્ર જરૂરત.

તને પામવાની ઈચ્છા એટલે...
જાણે,
કડકડતી ટાઢમાં ટુટીયું વળીને પડેલી
મારી હર્ષ ઘેલી તારા તરફની કુણી લાગણી.

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2012

શું થતું હશે !!!

રોજ પરોઢને એ જ મુંજવણ રહેતી હોય છે,
ધોમધખતા દિવસે રાતરાણીની સુગંધનું શું થતું હશે,,,

પાનખરને પોતાની નજીક આવતી જોઈને,
આ વૃક્ષો પર પીળા પડી ગયેલ પર્ણનું શું થતું હશે,,,

સાગર ભરતીની લહેર દ્વારા ઉત્પન થઈને,
પૃથ્વીનો છેડો શોધવા નીકળેલી હવાનું શું થતું હશે,,,

ગાજવીજને પવનના સુસવાટા સંભળાય છે,વરસાદમાં પેલા થાંભલે બેઠેલા કબૂતરનું શું થતું હશે,,,

ભર ઉનાળે ઝરણાનાં સુકાતા પાણીને જોઈ,
અંદર તડફડીયા મારતી આ માછલીઓનું શું થતું હશે,,,

-અશોક વાવડીયા,《રોચક》♥

ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012

બુધવાર, 5 ડિસેમ્બર, 2012

મળજો મને !!!

સજાવીશું અમ દિલના દ્વાર,કોક'દિ મળજો મને,
મળીને આનંદ થાય અપાર તો,યાદ કરજો મને.

-અશોક વાવડીયા,《રોચક》♥

અધુરી ઈચ્છા !!!!

કબરમાં જ
આંખો બંધ ને આત્મા
રહે જાગતો.

એક જ આશ
સાથે સદાય પ્રેમ
સંદેશ દેતો.

આવતા જન્મ
ના મળવાના કોલ
રહે માંગતો.

આ જીવ કેમ
અધુરી ઈચ્છા સાથે
જ ભટકતો ?

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 3 ડિસેમ્બર, 2012

મિત્ર તને લખું છું !!!

તારા વિયોગમાં કાગળ તને લખું છું,
ફરી તારા નામે આજ હું મને લખું છું.

વિખુટા પડ્યા ત્યારથી આજ સુધીના,
એક એક કરી સંભારણા તને લખું છું.

હું તો અહિયા ખોવાયો છું મારામાં,
અને શોધતો ફરું હું કંઈક તારામાં,
ચાલી રહેલી એકલતા તને લખું છું.

ફરી આપણા ગામની નદીનાં પટ પર,
તારેને મારે મળવાનું થાયના થાય પણ,
તારી સાથે વિતાવેલી યાદો તને લખું છું.

હવે ફરી ક્યારે મળીશું 'રોચક' ખબર નથી,
આપણે વિખુટા પડ્યાની ફરિયાદ તને લખું છું.

-અશોક વાવડીયા,《રોચક》♥

કોઈ મીઠી મધુરી તારી યાદ મોકલ !!!

કોઈ મીઠી મધુરી તારી યાદ મોકલ,
તે ના બનીશકે તો કડકડતી ટાઢ મોકલ.

દિવસે આવે તો દિલથી લગાવીશ,
રાત્રીના શમણે બંધાય તેવી પ્રગાઢ મોકલ.

કહ્યાગરો બનીને રહીશ હરવક્ત પ્રિયે,
માણી શકાય જીવનભર એવી સુદઢ મોકલ.

એકલા પણાની મને આદત નથી હવે,
રજાઈમાં સંતાડી લઉં મને એવી ગાઢ મોકલ.

-અશોક વાવડીયા,《રોચક》♥