શુક્રવાર, 30 નવેમ્બર, 2012

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે...

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

લોકોની લીલા તો જો,ચડે તેના ટાટીયા ખેંચ કરે,
એના એજ તેની પડતીમાં,કોઈ કારણ શોઘતા મળે.

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

મેળવવામાં અશક્ત રહે,બીજાની અડચણ બને,
મેળવતા હોય તેને પણ એ,ખુબ ડરાવતા રહે પળે પળે.

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

પારકાને પોતાના કરે ને,પાતાના આઘા કરે,
સમયે સમયે એ પણ,પોતાના મુખેથી વિષ હળ હળે.

જીવનના દરેક પાસામાં,લોકો કોઈ કોઈને સળે,
આપણા જ હાથની કહું,એકની કહાની બીજો ના કળે.

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 26 નવેમ્બર, 2012

તારી યાદોને વાગોળવામાં જ વ્યસ્ત છું...

જીવન પ્રયાપ્ત પાથર્યો છે મેં પ્રકાશ તુજમાં,
આથમતા સૂર્યને જોઈને ના કહેતા કે હું અસ્ત છું.

બાલ્કનીના હિંચકે બેઠો એકીટચે નિહારું હું છતને,
તારી ભૂલાયેલી યાદોને વાગોળવામાં જ વ્યસ્ત છું.

કડકડતી ટાઢમાં થરથર કાંપતા મારા શરીરને,
તારા વિયોગની આકરી સજા આપવામાં મસ્ત છું.

દરેક શમણે એટલો જ ઉમળકો મારા દિલને,
તારા મીઠા શમણા રાતભર માણીને મદમસ્ત છું.

પ્રભાતની કિરણે મહેકતી સુગંધી તારી યાદને,
પેલી રાતરાણીના પુષ્પમાં સંઘરીને અલમસ્ત છું.

જીવન વિતાવી લઉં તારી યાદોના સહારે હું,
"રોચક" છેલ્લા શ્વાસ સુધી એવો જબરજસ્ત છું..

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 24 નવેમ્બર, 2012

"સાધના" હાઈકુ...


જીવન એક
સાધનામય રહે,
તો બેડોપાર.

સાધનામાં તો,
હું જ મુસાફર ને
હું જ મંઝિલ.

પીડા દાયક
સાધનાને કારણે
મોક્ષ સાંપડે.

સાધના એજ,
આત્મનિરીક્ષની
દ્રષ્ટિભાવના.

નિજસ્વરૂપ
ને સમજવું એજ
સાધનામય.

-અશોક વાવડીયા,《રોચક》♥

સોમવાર, 12 નવેમ્બર, 2012

મને લાગે કે વૃક્ષોની ડાળ થઈ જઉં...

ખુબ સુંદર છે વનરાવન ના વૃક્ષો,
મને લાગે કે વૃક્ષોની ડાળ થઈ જઉં...

નિર્મળ છે સરોવરનાં જળ અહિંયા,
મને લાગે કે સરોવરની પાળ થઈ જઉં...

ઊભા છે પવૅતો આનંદ ઉલ્હાસથી,
મને લાગે કે પવૅતોની ઉંચા થઈ જઉં...

સુયૅ પણ નમતો લાગે ગમતો અહિ,
મને લાગે કે શુભ-સંધ્યાકાળ થઈ જઉં...

મનડું કહે છે 'રોચક' વનરાજીમાં,
બસ હવે તો નાના બાળ થઈ જઉં..
હવે તો વહાલા મિત્રોની ભાળ થઈ જઉં...

-અશોક વાવડીયા,《રોચક》♥

પહાડોની વચ્ચેથી નીકળતી....

પહાડોની વચ્ચેથી નીકળતી,
ખળખળ વહેતી નજર ઢળતી,
હરપળ ખુબ પ્રભાવ છે તારો...

દરેક ઢોળાવમાં તુ ઢળતી,
સૌને જુકવાનો ભાવ છે તારો...

મેદાનોમાં તો તુ સ્થિર થઈ વહેતી,
લાગે છે શાંત સ્વભાવ છે તારો...

તારે કિનારે  ફૂલ પણ શરમાય છે,
એટલો સુંદર દેખાવ છે તારો...

તુ વહેતી વહેતી દિરયાને મળતી,
દિરયાને મળવાનો લગાવ છે તારો...

આમ તો બધુ છે 'રોચક'ની પાસે,
બસ માત્ર ને માત્ર અભાવ છે તારો...

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 6 નવેમ્બર, 2012

હું બની જઉં મોગરાની ખુશ્બું જો ક્યારેક તો...

હું બની જઉં મોગરાની ખુશ્બું જો ક્યારેક તો,
તું સમિરનું રૂપ ધરી મારી સોડમ તો પ્રસરાવજે..

હું બની જઉં ધબકતું હ્રદય જો ક્યારેક તો,
ધમની ને શીરા બની મારો સાથ નિભાવજે...

હું બની જઉં સૂર્યમુખીનું ફુલ જો ક્યારેક તો,
ધોડે થઈ અસવાર  સૂર્ય સમ તેજ પથરાવજે...

હું બની જઉં કુમળી કળી જો ક્યારેક તો,
તું બની આવજે પતંગા મુજ બાગ મહેકાવજે..

હું બની જઉં વાદળી વરસીને થાકું ત્યારે,
તું નવરંગ મેઘધનુષ્ય બની મુજમાં રંગ પૂરાવજે..

હું બની જઉં પરોઢનું ઝાંકળ બિંદુ જો ક્યારેક તો,
તું પરોઢી કિરણ બની મુજને મોતિ સમ ચમકાવજે..

-અશોક વાવડીયા,《રોચક》

સોમવાર, 5 નવેમ્બર, 2012

વિરહની અસંખ્ય વેદનાઓ હું પી ગઈ....

વિરહની અસંખ્ય વેદનાઓ હું પી ગઈ,
તારા આવવાની પોકળ આશ પી ગઈ.

એકલવાયું જીવન છે જીવી લઈશ હવે,
મારા મુખનું હાસ્ય પણ આજ પી ગઈ.

મળ્યા છે ઘણા દર્દ પરવા નથી દિલને,
હવે જગત આખાના હઠીલા દર્દ પી ગઈ.

કોઈ વાર તરસતી આંખો તને આવકારવા,
સાના ખુણે સઘળા આંસુંઓ પણ પી ગઈ.

રહેજે સદા ખુશ છે દુવા મારી "રોચક"હવે,
હું તો જીવનમાં વિયોગના વિષ પી ગઈ.

-અશોક વાવડીયા, 《રોચક》♥


શુક્રવાર, 2 નવેમ્બર, 2012

Save The Girl Child !!!

માઁ તું મને જન્મ દે જે,
તારા હેતનો ખોળો ખુંદવા દે જે..

રમીશ તુજ આંગણમાં,
પા..પા..પગલી તું માંડવા દે જે..

દિપાવીશ તુજ કુળને,
મને તારી છાયામાં પ્રજલવા દે જે...

-અશોક વાવડીયા,《રોચક》