મંગળવાર, 6 નવેમ્બર, 2012

હું બની જઉં મોગરાની ખુશ્બું જો ક્યારેક તો...

હું બની જઉં મોગરાની ખુશ્બું જો ક્યારેક તો,
તું સમિરનું રૂપ ધરી મારી સોડમ તો પ્રસરાવજે..

હું બની જઉં ધબકતું હ્રદય જો ક્યારેક તો,
ધમની ને શીરા બની મારો સાથ નિભાવજે...

હું બની જઉં સૂર્યમુખીનું ફુલ જો ક્યારેક તો,
ધોડે થઈ અસવાર  સૂર્ય સમ તેજ પથરાવજે...

હું બની જઉં કુમળી કળી જો ક્યારેક તો,
તું બની આવજે પતંગા મુજ બાગ મહેકાવજે..

હું બની જઉં વાદળી વરસીને થાકું ત્યારે,
તું નવરંગ મેઘધનુષ્ય બની મુજમાં રંગ પૂરાવજે..

હું બની જઉં પરોઢનું ઝાંકળ બિંદુ જો ક્યારેક તો,
તું પરોઢી કિરણ બની મુજને મોતિ સમ ચમકાવજે..

-અશોક વાવડીયા,《રોચક》

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો