બુધવાર, 31 ઑક્ટોબર, 2012

ભલે પૂરા સમાજમાં દુનિયા,મારા વગોવણા કરતી રહે !!!


ભલે પૂરા સમાજમાં દુનિયા,મારા વગોવણા કરતી રહે,
પ્રભાતની એક કિરણે,તારા પ્રેમની સૌગાત માણી લઉં..

ભલે પૂરો દિવસ દુનિયા,મારા પ્રેમ પર ટોણા કસતી રહે,
સાંજે એક સ્મરણે,તારી યાદનું એક શમણું માણી લઉં..

ભલે પૂરી જિંદગી દુનિયા,મને પાગલ મજનું કહેતી રહે,
તારી યાદના સહારે,મારું જીવનએમજ પસાર કરી લઉં..

ભલે જન્મો જન્મ દુનિયા, મારા પ્રેમનું ગળુ ઘોટતી રહે,
દરેક જન્મે "રોચક", તારું નામ મારા દિલમાં કોતરી લઉં..

-અશોક વાવડીયા, 《રોચક》♥

મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

થોડું તમે આગળ વધ્યા હોત !!!

......થોડા તમે આગળ વધ્યા હોત,
......થોડા અમે આગળ વધ્યા હોત,
તો આ અંતર જરૂર થોડા ઘટ્યા હોત.

......થોડી તમે લાગણી ઉમેરી હોત,
......થોડી અમે લાગણી ઉમેરી હોત,
તો આ લાગણીના જરૂર ઝરણા હોત.

......થાડું તમે મન ખુલ્લુ કર્યું હોત,
......થોડું અમે મન ખુલ્લુ કર્યું હોત,
તો આ મન જરૂર ખુલ્લુ દર્પણ હોત.

......થોડી તમે બાંધછોડ કરી હોત,
......થોડી અમે બાંધછોડ કરી હોત,
તો આ જીંદગી જરૂર આપણી હોત.

.......થોડું તમે પ્રેમથી મને કહ્યું હોત,
.....થોડું અમે પ્રેમથી તમને કહ્યું હોત,
તો આ પ્રેમનગર જરૂરથી'રોચક' હોત.

-અશોક વાવડીયા,《રોચક》♥

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ધડકતો રહું તુજ હૈયે !!!

હૈયે હેતના હલેસા તારા દિલમાં વહેવા દે,
જીદ છે મારી આજ કોઈક કારણ આપી દે.

વહેતો રહું સદા એવો કોઈ નકશો આંકી દે,
વહેવા માટે હ્દયે નાની જગ્યા આપી દે.

મૌન સમજવા મુખ પર લાગણી આંકી દે,
દિલમાં ઉતારવા હેત નો પ્રવાહ હાંકી દે.

સમાઈ જાઉં ધડકન બની દિલ ખોલી દે,
ધડકતો રહું તુજ હૈયે'રોચક'રજા આપી દે.

-અશોક વાવડીયા,《રોચક》♥

શનિવાર, 27 ઑક્ટોબર, 2012

મારું દિલ મારું મન !!!

દોસ્તી અને પ્યારના કિનારા વચ્ચે,
તાફાને ચડેલા ઝરણા જેવું છે મારું દિલ..

હરિયાળી અને ઝીલના કિનારા વચ્ચે,
સમાઈ જવાને તલપાલડ છે મારું દિલ..

આકાશ અને ધરતીના છેડાની વચ્ચે,
જો યાદોના ચકરાવે ચડેલું છે મારું મન..

સાગર અને નદિના તટ પ્રદેશ વચ્ચે,
મળવાને આકુળ વ્યાકુળ છે મારું મન..

બાળપણ અને યુવાનીના ઉંબરા વચ્ચે,
તને પામવા થનગનતું'રોચક'મારું મન..

-અશોક વાવડીયા,《રોચક》♥

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2012

મારી યાદ તારી સાથે છે !!!

જેમ નદિઓની સાથે !!
કિનારા છે..

જેમ દરિયાની સાથે !!
ખારાશ છે..

જેમ તારાઓની સાથે !!
આકાશ છે..

જેમ સબંધોની સાથે !!
વિશ્વાસ છે..

તેમ આંખો બંધ કરીને જો !!
મારી યાદ દરેક વખતે તારી સાથે હશે..

....《રોચક》....

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2012

મશહૂર થાવું છે !!!

આવ્યો છું તારા આ પ્રેમ નગરમાં,
કરવાને પ્રેમ હવે તો મજનૂ થાવું છે.

તારા નામનો ઉંગાડુ ચાંદ આસમાને હું,
ચાંદનીમાં વહેતા લાગણીના પૂર થાવું છે.

રચવી તારા માટે સ્વપ્નોની દુનિયા,
તારા માટે સ્વર્ગ રચી મશહૂર થાવું છે.

અધીરો છું હેત વરસાવવા તારા પ્રેમ નગરમાં,
વિશ્વાસ રાખ ક્યાં હવે ક્યારેય તારાથી દૂર થાવું છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મંગળવાર, 23 ઑક્ટોબર, 2012

મારું ગામ નીકળ્યું !!!

સહજ મનની અંદર એક શમણું નીકળ્યું,
શમણું પણ કેવું જોને સમજણું નીકળ્યું.

મારા ઘરની સામે એક સરોવર નીકળ્યું,
સરોવરની અંદર કોમળ કમળ નીકળ્યું.

ક્ષીતિજે જરા જોઉં કુંજનું ટોળુ નીકળ્યું,
ઉગમણું પ્રભાતનું એક કિરણ નીકળ્યું.

'રોચક'શમણાંનું દ્રશ્ય સુંદર નીકળ્યું,
જાગીને જોઉં આતો મારું ગામ નીકળ્યું.

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 22 ઑક્ટોબર, 2012

આજે તો કાનાનું લખવું છે !!!

આજે મારે મન ગમતુ એવું ખાસ લખવું છે,
કૃષ્ણ જન્મનું એવું સુંદર પ્રાસ લખવું છે..

ઘરે ઘરે રમતો પ્રેમ કરતો કાન લખવું છે,
ગલીએ ગલીએ ગોકુળીયું ગામ લખવું છે..

ગોપીઓની સંગ વનરાવનનું રાસ લખવું છે,
માખણ ચોરનું સઘળું ખુલ્લે આમ લખવું છે..

રાધાજીના દિલમાં વસેલો કાન લખવું છે,
તમે જ છો પ્રેમજીવન આધાર લખવું છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

તારા હ્દયમાં જગ્યા દઈ દે !!!

લે મારા મુખેથી ઝરતા મોતી તું ભલે લઈ લે,
પણ તારા દિલના સાના ખુણે મને જગ્યા તું દઈ દે..

ભલેને તું મારું ધબકતું હ્દય પણ લઈ લે,
પણ મારી બાલસમજ જીદનું શું તે તું હવે કઈ દે..

અમ હ્દયની ડાળે ડાળે બંધાવુ હેતના ઝુલા,
કોક દિ તારા હ્દયે હીચકવાની પરમિશન તું દઈ દે..

લે મારા દિલનો ધબકાર સદેવ રહે તારો હવે,
તારા સિવાયનો હોય કોઈ ધબકાર તો તું મને કઈ દે..

લે મેળવ તારા ધબકારાને મારા ધબકારાથી,
હવે'રોચક'આમાં તારા ઘબકારા ક્યા છે તે તું કઈ દે..?

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

ગાંધીજી !!!

એક વ્યક્તિ,
એક વસ્ત્ર,
એક શસ્ત્ર,
અહિંસા પરમો ધર્મ..

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

રવિવાર, 21 ઑક્ટોબર, 2012

હું તો કૈદ થયો છું !!!

લે ખોલ તારી નજરુ 'રોચક' હવે જો,પછી
તારી સામેની દિવાલે જો હું ત્યાં ફ્રેમ થયો છું..

પણ મને એ બતાવ તુ શાને ફ્રેમ થયો છે ?
હું તો તારા દિલમાં જોને ખુશીથી કૈદ થયો છું..

બસ આજીવન લટકતો રહિશ આ દિવાલે,
પછી કે જે કે તુ કેમ આજ ફ્રેમમાં કૈદ થયો છે..

વહાવ તારી લાગણીના પ્રવાહ 'રોચક'જોને
મારી તો નજરુમાં જ લાગણીનો દુષ્કાળ થયો છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

તારી યાદ આવી જાય તો કેવું ?

દરિયાના પટમાં કંડારી હતી,
તારી તસ્વિર મારા દિલમાં,
સમાવી જાય તો કેવું ?

તારા પ્રેમની ઝંખના રહી,
બની એક યાદ તું,આજ,
આવી જાય તો કેવું ?

ભલે પછી તારા શમણાંની,
નાજુક નમણી રાત મને,
ફાવી જાય તો કેવું ?

જીવન સાથી બની આવી છે,
સાત જન્મની સાથી બની,
'રોચક'નાં દિલમાં તું,
ઉતરી જાય તો કેવું ?

-અશોક વાવડીયા,《રોચક》♥

Likes And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શનિવાર, 20 ઑક્ટોબર, 2012

દુનિયા તને પૂછતી રહે !!!

નિત્ય ક્રમ છે ઉગતો રહે તે આથમતો રહે,
બીજ એવા વાવ સદાકાળ કૂંપળ ફુટતી રહે.

કહેવત છે કે બોલે તેના જ બોર વેચાતા રહે,
તું આવાજ ઉઠાવ કે અનાદિકાળ ગુંજતી રહે.

જીવન મંત્ર છે કે ફરતો રહે તે જ ચરતો રહે,
ડગ માંડ દુનિયા તારા નક્શેકદમ ચાલતી રહે.

રેખાઓ તારા હાથની બનતી બગડતી રહે,
કર્મ એવા કર કે દુનિયા તને પૂછતી રહે.

-અશોક વાવડીયા,《રોચક》♥

મારી સાથે જ આમ કેમ થાય ?

હું દરેકને સમજવાની કોશિસ કરું,પણ ખુદને ના સમજાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

સમજનારાઓની આ દુનિયામાં,મને સમજની અછત વરતાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

ઘડીભર હા તો ઘડીભર ના થાય,હા,ના નું ચક્કર ના સમજાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

જ્યારે સમજનારાઓ સાથે રહે,ત્યારે જ ના સમજ થાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

નાદાની ની હદ ત્યારે થાય'રોચક',ખુદની લાગણી ના સમજાય,
મારી સાથે જ આમ કેમ થાય ?

-અશોક વાવડીયા《રોચક》♥

શુક્રવાર, 19 ઑક્ટોબર, 2012

આજ મને સમજાય ગયું !!!

રહેતી સતત આંખોમાં ભીંનાશ તારી યાદની,
આજ મને સમજાય ગયું..

વરસી પડી આજ લાગણીઓ  પૂરબહારથી,
આજ મને સમજાય ગયું..

દિલની ધડકન પણ મંથરગતિએ ઘટતી રહિ,
આજ મને સમજાય ગયું..

તારી સાથેની દૂરી સમયે સમયે વધતી રહિ,
આજ મને સમજાય ગયું..

મળ્યા છે પોકળ વાયદા તારા સંગાથના,
આજ મને સમજાય ગયું..

તારા મારા સબંધનું નામ જ કેવું"રોચક"હતું,
આજ મને સમજાય ગયું..

-અશોક વાવડીયા,《રોચક》♥


બુધવાર, 17 ઑક્ટોબર, 2012

ના સમજાવશો મને !!!

ના સમજાવશો મને,કેન્દ્રબિંદુનાં સમિકરણો,
વરસાદી એક વાદળી છું,તારા અંગ અંગ ભીંજવું છું.

ના સમજાવશો મને,વિસ્તરણનાં માપદંડો,
આશિલું એક શમણું છું,તારા માનસપટલ પર વિસ્તરું છું.

ના સમજાવશો મને,પાગલ પણની હદ વિશે,
લાગણીનો એક પ્રવાહ છું,તારામાં અવિરત વહેવું છે.

ના સમજાવશો મને,સબંધોના સરવાળાઓ,
નાનું એક મીંડું છું,સબંધોનાં સરવાળા પાછળ રહેવું છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

કુદરતની સાથે કનેક્શન !!!

જીતી લે કોઈ દિલ પ્રક્રુતિના,
તેને ખુશીઓની દરેક પળ મળે છે..

સમુદ્ર ગરમીમા તપતા રહે,
ત્યારે જ વરસાદ રૂપે જળ મળે છે..

આ વાદળોના સિંચનથી જ,
જગમા જંગલ રૂપે ઉપવન મળે છે..

જીવીત રહે જો જંગલ તો,
ઓક્સિજન રૂપે શ્વસન મળે છે..

'રોચક'કુદરતની કરામત કેવી,
દરેકનું દરેકની સાથે કનેક્શન મળે છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

મંગળવાર, 16 ઑક્ટોબર, 2012

તમે મળ્યા જાણે,કે !!!

તમે મળ્યા જાણે,કે !
બ્લેક એન્ડ વાઈટ હતો ચહેરો મારો,
ગુલાબની જેમ ખીલી ગયો..

તમે મળ્યા જાણે,કે !
નવલી નવરાત્રીનો આનંદ જાણે,
અનેક ગણો વધી ગયો..

તમે મળ્યા જાણે,કે !
દિવસ રાત્રીનો સમય જોને કેવો,
એક સરખો થઈ ગયો..

તમે મળ્યા જાણે,કે !
હંમેશા રહેતો અધુરો "રોચક" જોને,
પરિપૂર્ણ થઈ ગયો..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 15 ઑક્ટોબર, 2012

મજા ઔર રહે !!!

છલકાય જવાની પણ મજા ઔર રહે,
જ્યારે તારા દિલમા મુજ સરોવર રહે..

મલકાઈ જવાની પણ મજા ઔર રહે,
જ્યારે તારો મારા તરફનો પ્યાર રહે..

વહેતા રહેવાની પણ મજા ઔર રહે,
જ્યારે બંને કાંઠે તારો જ સ્નેહ રહે..

રોકાઈ રહું તારામાં કોઈ કારણ તો રહે ?
પછી ભલેને "રોચક" તું અકારણ રહે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

રવિવાર, 14 ઑક્ટોબર, 2012

જ્યારે તું ના મળે !!!

ઉપર આભ નીચે ધરતી મને કાંઈ સમજ ના પડે,
મનમાં એક જ આવે વિચાર તું મને આજ મળે..

ટળવળે જરૂર મારા નયન જ્યારે તું ના મળે,
દિલને દિલાસો દઉં કે શાયદ તારી યાદો મળે..

આકાશી પંખીને જઈ પૂછું કોઈ તારી ભાળ મળે,
પંખીને દઉં સંદેશો કહેજો સરોવરની પાળે મળે..

ચંદરવાની ચાંદનીમાં ખોવાણો હું રાત રાત ભર,
તને મળવાનો  એક પણ વિચાર સારો ના મળે..

"રોચક"મજધાર ડૂબી નૈયા મારી આંસુ સરી પડે,
પાર કરવાને દુ:ખનો દરિયો કોઈ કિનારો ના મળે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શનિવાર, 13 ઑક્ટોબર, 2012

"હાઈકુ"તારો સંગાથ !!!

તારો સંગાથ,
ભર ચોમાસે જોને,
છત્રીનો છાયો..

તારો સંગાથ,
ભાદરવે થયો જો,
ઠંડનો મારો..

તારો સંગાથ,
ભર ઉનાળે જોને,
ટાઢો છાયડો..

તારો સંગાથ,
ભર શિયાળે જોને,
હો ગરમાટો..

તારો સંગાથ,
બળતા બપોરે જો,
વર્ષાનો મારો..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

 

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

હિંચકામાં વહેતી રહે તારી યાદ !!!

દરેક કાર્ય સંધ્યાકાળની સાથે પૂર્ણતાએ વળે,
હિંચકામાં વહેતી રહે સદાય તારી યાદ,
વાગોળતો રહું એકલતાને કરી સાદ..

દરેક હિંચકાની ઠેસે વિચારોની અધુરપ મુકતો રહું,
વળતા વિચારે પૂર્ણ કરું તારી યાદ,
મારા દિલને કઈ દઉં કરીને સાદ..

દરેક કિચુડ કિચુડના કર્કશ અવાજે ઝુલી રહ્યો વિચાર,
એક તન્હા સંધ્યા સાથેની તારી યાદ,
મારી મનગમતી નિશાને કરી દઉં સાદ..

દરેક હિંચકાની "રોચક" રોજની એક જ કહાની,
સાથીદાર બને વાગોળવાને તારી યાદ,
સતત ઝુલતા વિચારોને કરાવે સાદ..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

બુધવાર, 10 ઑક્ટોબર, 2012

જ્યારે જ્યારે !!!

જ્યારે જ્યારે તું મુજથી નારાજ રહે,
પ્રતિક્ષા કરતું મારું દિલ તડફડે..

જ્યારે જ્યારે તુજને કષ્ટી પડે,
સૌધાર આંસુઓ અહિ પણ વહે..

જ્યારે જ્યારે તું તારું મૌન તોડે,
મારા કાને પંખીનો કલરવ પડે..

જ્યારે જ્યારે તું મુજને યાદ કરે,
કુંણી લાગણીની કુંપળ ફુટી પડે..

-અશોક વાવડીયા,《રોચક》♥

અવસર પરિવાર સુરતને લાઈક કરવા આ લીંક પર ક્લીક કરો..

www.facebook.com/avsarparivarsurat22052011

મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

તારા ગયા પછી !!!

તારા ગયા પછી મને,
જીવન દોયલું લાગે છે.

સાથે ચાલ્યાનો રસ્તો,
હવે ઉબડ-ખાબડ લાગે છે.

સપનાનાં એજ શહેરમાં,
જોને સુનું-સુનું લાગે છે.

જે ઘરમાં તારો સાથ રહ્યો,
ત્યાં ભૂત-ભૂતાવળ લાગે છે.

તારા થકી વસંત મુજમાં,
હવે પાનખર જેવું લાગે છે.

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સંધ્યા એટલે !!!

સૂર્યથી રિંસાયને રતુંબડુ મોઢુ કરી આજ,
ઉભું જોને આકાશ...................

શીદને ઢળે છે તું આજ લાગે મને મારાથી,
થયો તું નારાજ......................

નારાજગીનું કારણ કહે નહિ તો નિશાકરને,
જઈ કરું ફરિયાદ.....................

એક શરતે તને ઢળવાની પરમિશન દઉં,
પરોઢે આપે ઉજાસ.................

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શનિવાર, 6 ઑક્ટોબર, 2012

તારી યાદ !!!

તારી સાથેનો દિવસ દર્મયાનનો લાગણી ભર્યો વાર્તાલાપ,
વહેલી સવારમાં આવતા શમણાંમા ક્રમ વાઈજ સમાવી લઉં છું..

રોજ મને તારી યાદ મય શમણાં સાથે જ ઉઠવાની આદત રહિ,
પરોઢે તારી યાદનું શમણું ના આવે તો મારી આંખો ફરી બંધ કરી લઉં છું..

તારી એક ઝલક મેળવવા તડપતો રહું દિનભર જ્યારે તું મળી,
ત્યારની આ તારી સુંદર તસ્વીર મારા દિલની અંદર કંડારી લઉં છું..

મને તારી યાદોના સહારે આકાશે ઉડવાનાં અભરખા ઘણા એટલે જ,
તારી યાદો ભરી હવાની દિશામાં મારા મનની પાંખો ફેલાવી લઉં છે..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

  ં

શુક્રવાર, 5 ઑક્ટોબર, 2012

કેટલું અઘરું છે !!!

કેટલું અઘરું છે,તારા નાજુક દિલને સાચવવાનું,
જાણે કાચનો મહેલ,તુટી જાય તો મારે જ રડવાનું..

કેટલું અઘરું છે,દુનિયા સામે પ્રેમ જતાવવાનું,
જાણે ચૂપ-ચાપ,જેલની સજામાંથી છૂટવા કરગરવાનું..

કેટલું અઘરું છે,યાદમાં તારું નામ જોડવાનું,
જાણે ક્ષણે ક્ષણે,તારી યાદોના પટારા ખોલવાનું..

કેટલું અઘરું છે,તારા વિરહમાં સમય પસાર કરવાનું,
જાણે હરપળ,શરીરથી આત્મા અલગ કરી જીવવાનું..

કેટલું અઘરું છે,આંખેથી અશ્રુ વહેવાવવાનું,
જાણે અવિરત,ધરતીની ગોદમાંથી જળ ખેંચવાનું..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

 


ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012

ેએક સાંજ એટલે !!!

એક સાંજ એટલે:
સૂર્યની વિદાયથી અકળાયેલું
લાલ ચોળ ચહેરા સાથેનું આકાશ જાણે
રિસામણાં કરતુું હોય સૂર્યથી...

એક સાંજ એટલે:
તારા વિરહમાં તડપતા મન માટે
આળસ મરડી ઉભી થઈ એક યાદ જાણે
વિરહની વેદના ખાળવા માટે...

એક સાંજ એટલે:
વરસાદી માહોલમાં મન ગમતું
એક ઉગમણું રચાણું મેઘ ધનુષ્ય જાણે
તારી યાદનું થયું અવતરણ...

એક સાંજ એટલે:
વર્ષોથી વિખુટા પડેલા મિત્રોને
યાદ કરીને મનમાં વાગોળતા રહો જાણે
બાળપણ થઈ ગયું તાજું...

એક સાંજ એટલે:
મિત્રોની જુની યાદ ઉખેળવાની
"રોચક"સર્જનહારે મોકલેલી પળ જાણે
જીવન જીવવાની એક કળા...

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


બુધવાર, 3 ઑક્ટોબર, 2012

ચાલશે !!!

દિવસે રહે દિનકરનો ઉંજાસ
રાત્રે નિશાકરનો રહે સંગાથ
મને તો તારી નજરુંના ફાનસ હશે તો પણ ચાલશે,
મુજ જીવનપથ પર..

તું ના રહે જ્યારે મારી પાસ
વિહવળ હ્દય કરે તને સાદ
તારી યાદની એકાદ હેડકી આવશે તો પણ ચાલશે,
મુજ હ્દયકુંજ પર...

વન વન ભટકું તારે કાજ
દિલને રહિ એક તારી ચાહ
તું ના મળે તો તારી વાંસળીનો સુર પણ ચાલશે,
મુજ ભટકતી ગોપીને..

તું ખુશ રહે એવું ચાહું આજ
તું દઈ દે તારા દુ:ખોને આજ
તારી એકાદ મીઠી મુસ્કાન હશે તો પણ ચાલશે,
મુજ મુખ પ્રદેશ પર...

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 1 ઑક્ટોબર, 2012

તું મને પૂછ !!!!

તું મને પૂછ:કેમ કરી તું મને ચાહિશ ?
હું તને કહીશ:અવિરત લાગણીઓ તારામાં વહાવીશ..

તું મને પૂછ:કેમ કરી તું મારામાં ભળીશ ?
હું તને કહીશ:દૂધમાં સાકરની જેમ તારામાં ભળીશ..

તું મને પૂછ:હેતનાં મધુર સપના બતાવીશ ?
હું તને કહીશ:તારા સપનામાં રાતભર આવીને સતાવીશ..

તું મને પૂછ:પ્રેમને કેમ દુનિયાથી છુપાવીશ ?
હું તને કહીશ:ચડે ચોક દુનિયાની સામે હું તને ચાહીશ..

-અશોક વાવડીયા《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

 






આંસુ !!!

આંસુ !!!
આંખોની પાછળ રહેલો વેદના યુક્ત ધ્રુવપ્રદેશનો બરફ જાણે,
કોઈના દિલને દુ:ખ રૂપી ગરમી મળે વહિ જાય લાગણીના પ્રવાહ..

-અશોક વાવડીયા《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

 

કુદરતની માયા !!!

મારું જીવન કાઈ કામના આવ્યું,
જેવી રીતે સુકાઈ ગયેલા ઝાડની છાયા..

આવવા દે વસંતને મારામાં હવે,
પાથરુ તુજ જીવનમાં હું શિતળ છાયા..

પાનખરને કહે શિદને તડપાવે,
તુ કહે તો હું સંકેલી લઉં મારી માયા...

વર્ષારાણીના આગમનથી ઝરણાં,
પણ જોને કરે છે છબ છબ છયા છયા..

"રોચક"ખળ ખળ વહેતી સરયું કિનારે,
વસતા જીવ કહે કેવી છે આ કુદરતની માયા..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyabl

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com