સોમવાર, 1 ઑક્ટોબર, 2012

કુદરતની માયા !!!

મારું જીવન કાઈ કામના આવ્યું,
જેવી રીતે સુકાઈ ગયેલા ઝાડની છાયા..

આવવા દે વસંતને મારામાં હવે,
પાથરુ તુજ જીવનમાં હું શિતળ છાયા..

પાનખરને કહે શિદને તડપાવે,
તુ કહે તો હું સંકેલી લઉં મારી માયા...

વર્ષારાણીના આગમનથી ઝરણાં,
પણ જોને કરે છે છબ છબ છયા છયા..

"રોચક"ખળ ખળ વહેતી સરયું કિનારે,
વસતા જીવ કહે કેવી છે આ કુદરતની માયા..

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyabl

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો