ગુરુવાર, 4 ઑક્ટોબર, 2012

ેએક સાંજ એટલે !!!

એક સાંજ એટલે:
સૂર્યની વિદાયથી અકળાયેલું
લાલ ચોળ ચહેરા સાથેનું આકાશ જાણે
રિસામણાં કરતુું હોય સૂર્યથી...

એક સાંજ એટલે:
તારા વિરહમાં તડપતા મન માટે
આળસ મરડી ઉભી થઈ એક યાદ જાણે
વિરહની વેદના ખાળવા માટે...

એક સાંજ એટલે:
વરસાદી માહોલમાં મન ગમતું
એક ઉગમણું રચાણું મેઘ ધનુષ્ય જાણે
તારી યાદનું થયું અવતરણ...

એક સાંજ એટલે:
વર્ષોથી વિખુટા પડેલા મિત્રોને
યાદ કરીને મનમાં વાગોળતા રહો જાણે
બાળપણ થઈ ગયું તાજું...

એક સાંજ એટલે:
મિત્રોની જુની યાદ ઉખેળવાની
"રોચક"સર્જનહારે મોકલેલી પળ જાણે
જીવન જીવવાની એક કળા...

-અશોક વાવડીયા,《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો