શુક્રવાર, 28 સપ્ટેમ્બર, 2012

સૈયર,શું કરિયે ?

અશાઢી બીજની રાતલડી
ને મારો પીયુ જઈ બેઠો પરદેશ
સૈયર,શું કરિયે ?

આકાશે ગરજે મેહુલીયો
ને દલડે લાગણીનો વરસાદ
સૈયર,શું કરિયે ?

અંગ નિતરતી ભીંજાણી
ને મારો રૂદિયો કોરો ધાકોર
સૈયર,શું કરિયે ?

રાહ નિહારું રાતલડીએ
ને ચાંદનીનો લાગે મને દાહ
સૈયર,શું કરિયે ?

-અશોક વાવડીયા《રોચક》♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

 

ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2012

લાગે છે !!!

આમ તો હ્દય ધડકતું રહે જીવનના અંત સુંધી,
જ્યારે તુ સામે રહે ધડકન રુકી જાય એવું લાગે છે..

તારા નામની રંગોળી પૂરી મુજ દિલમાં જ્યારથી,
ત્યારથી આકાશી મેઘધનુષ્ય મને બેરંગ લાગે છે..

તારા પુષ્પ સમ રૂપ પથરાણાં મુજ આંગણામાં,
ત્યારથી પૂરા ઉપવનોની શોભા  કફન લાગે છે..

તારી સાથે કદમથી કદમ મેળવ્યા જ્યારથી,
ત્યારથી જ પૂરી દુનિયા મને થંભેલી લાગે છે..

-અશોક વાવડીયા,【રોચક】♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2012

યાદ જડી આવે !!!!

વહેતા વનવગડાનાં વાયરાને જઈ તું પૂછ,
લાવ્યો હોય જો તારે ત્યાંની કોઈ ધુંધળી યાદ જડી આવે..

બસ હવે ચાર કદમ ચાલીને તો જોઈ લે,
ઠંડક પંહોચાડે તારા દિલને એવી કોઈ શીતળ છાય જડી આવે..

ચાલ હવે તારી આંખો બંધ કરીને જો હવે,
કદાચ તારા શમણાંમા મારી તાજી તરવરતી તસ્વીર જડી આવે..

બસ ખાઈલે એક બંગાસાનું જ અંતર છે,
પછી તો નિર્મળ કોમળ સૂર્યકિરણ ભરી વહેલી સવાર જડી આવે..

આમ આંસુના વહાવે 『રોચક』હવે,
આ વગડામાં પથરાયેલા ઝાકળને પૂછ કોઈ સાચા મોતી જડી આવે..

--અશોક વાવડીયા,『રોચક』

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

તારા શિવાય બીજો કોઈ નથી !!!

જંખના રહી કોઈ મુજ ગગનમાં ચમકતો રહે રોજ,
પણ સતત ચમકે મુજ હ્દયમાં તેવો ધ્રુવનો તારો,
તારા શિવાય બીજો કોઈ નથી..

મારા પાલવડે ટાંક્યા મેં હરખથી આભલા હજાર,
પણ તે હરખીલા આભલામાં દેખાતો રહે ચહેરો રોજ,
તારા શિવાય બીજો કોઈ નથી..

મુજ હ્દયને કામણગારા કાનાની સતત રહિ તલાશ,
હવે કોઈ નજરુંના બાણથી કરે ઘાયલ મુજ હ્દયને,
તારા શિવાય બીજો કોઈ નથી..

નાજુક નમણા હાથ પર લાગેલી મહેંદીની કસમ,
સમાવી શકે તેની બાંહોમાં તેવો શસક્ત ભૂજાવાળો,
તારા શિવાય બીજો કોઈ નથી..

-અશોક વાવડીયા, રોચક િ♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012

『વિચારોનું વસિયતનામું』!!!!

દરેક સુંદર કાવ્ય રચનાના !!!
લાગણી નિતરતા દરેક શબ્દોને સામેના ખોરડાનાં મોભેથી ઢાળી નેવેથી ટપ ટપ ટપકાવી દેવા,

મારા વિચારોના તણખલા !!!
ખેતરની વચ્ચો વચ્ચ આવેલ ખીજડાનાં વૃક્ષની ડાળે લટકતા સુગરીનાં માળામાં પરોવી દેવા,

રાત્રીનાં શમણાંમા આવેલ !!!
મારા સુગંધીત વિચારોને સૂર્યોદય થાતા પહેલા પેલી રાતરાણીનાં પુષ્પમાં સંતાડી દેવા,

મારા લખાયેલા કાવ્યોમાં !!!
મારા દરેક વ્હાલા મિત્રોએ લાઈક અથવા બની શકેતો કોમેન્ટ કરી સાચવીને મુકી દેવા,

-અશોક વાવડીયા, રોચક િ♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012

મારી કવિતા !!!

એક એક અક્ષરને આકર આપ્યા વિચારોની વણઝારથી,
તારી લાગણીની બુંદ ઉમેરી દે,
તો તૈયાર થાય મારી કવિતા..

એક એક શબ્દને સ્પર્શની લાગણીથી ચિંચ્યા છે,
તારા હેત ભર્યુ  હલેસુ દઈ દે,
તો વહેતી થાય મારી કવિતા..

એક એક શેરને શબ્દોની હારમાળાથી સજાવ્યા છે,
તારા મુખની વાણીથી ગાઈ દે,
તો ગવાઈ જાય મારી કવિતા..

એક એક રચનાની પાછળ હતો તોરો જ નાદ હવે,
'રોચક' તુજ આ નાદને કાન દે,
તો સંભળાય જાય મારી કવિતા..

-અશોક વાવડીયા, રોચક િ♥

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com






મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012

મુલાકાત !!!

તને પહેલી વાર જોયાની મારી એક શરતી નજરને,
પછીથી હું ખોલીજ ના શક્યો...

તારી સાથેની પહેલી મધુર વાર્તાલાપવાળા મુખથી,
પછીથી હું બોલીજ ના શક્યો...

તારા હેત ભર્યા શ્દોની રમઝટ માણી મારા કાનથી,
પછીથી હું સાંભળીજ ના શક્યો...

જ્યાં મળ્યા તમને ત્યાંજ ઉંભો『રોચક』આજ લગી,
પછીથી હું ચાલીજ ના શક્યો...

-અશોક વાવડીયા,『રોચક』

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


દુ:ખ !!!

આજ ભગ્ન હ્દયે બેઠો છું હું તારા વિયોગમાં,
બાગમાં પંખીનો કલરવ પણ  શાંત સંભળાય છે.

હિસાબ કિતાબ કેમ કરું તારી સાથે ના એ સમયનો,
તારી સાથેની યાદ એ દુ:ખના ડુંગર તળે જણાય છે.

મહેરામણ જરૂર બેઠા હશે આજ મારી નજરુંમા,
ગાલથી મુખ સુધીની સફરમાં ખારાશ વરતાય છે.

કેવી લીલા『રોચક』સર્જનહારની જોને,
લગ્ન ગીત કોઈના,છાઝીયા કોઈના લેવાય છે.

-અશોક વાવડીયા,『રોચક』

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

સોમવાર, 17 સપ્ટેમ્બર, 2012

દોસ્તી એટલે !!!

દોસ્તી એટલે !!!
અફાટ સંસાર સાગરમાં તરવા મળી ગયું જાણે એક તરણું,
મારી સાથે પણ કાંઈક એવું...

દોસ્તી એટલે  !!!
ખળ-ખળ વહેતું ઝરણું જાણે લઈ દરિયાને મળવાની એક આશ,
મારી સાથે પણ કાંઈક એવું...

દોસ્તી એટલે  !!!
એક બીજાના દિલ રહે ખુલ્લી કિતાબ જેમાં કોઈ રાજ નાહોય,
મારી સાથે પણ કાંઈક એવું...

દોસ્તી એટલે  !!!
સુદામાના હાથનાં કૃષ્ણ કનૈયાએ લુખ્ખા આરોગેલા તાંદુલ જાણે,
મારી સાથે પણ કાંઈક એવું...

દોસ્તી એટલે  !!!
『રોચર』બંને તરફી અવિરત વહેતો લાગણીઓનો પ્રવાહ જાણે,
મારી સાથે પણ કાંઈક એવું...

-અશોક વાવડીયા,『રોચક』

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

તારી યાદની એક પળ !!!

હું જઈને આજ બેઠો સરોવરની પાળે,
મારા મનમાં આવ્યો એક વિચાર લાવ તને જરા આજ યાદ કરી લઉં..

તેજ વિચાર જઈ બેઠો વૃક્ષની ડાળે,
પાંખો ફફડાવી ઉપડ્યો ગગન વિહારે તારી યાદની સૌગાત માણી લઉં..

ખળ ખળ વહેતી નદીયુંના નિરને પૂછું,
હોય તેની કોઈ યાદની તસ્વીર લાવ જરા તેનું પ્રતિબિંબ દેખી લઉં..

તારી યાદની એક પળની જ હતી આશ,
સમીરને પૂછુ લાવ્યો જો યાદની લહેરખી દિલને ઠંડક પહોંચાડી લઉં..

છેલ્લી હતી આશ"રોચક"ને પર્વતોના ઢાળે,
અથડાઈ હોય જો કોઈ તારી યાદ તો તેને મારા દિલમાં સજાવી લઉં..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

તારી યાદની અસર !!!

તારી યાદની અસર !!!

તારી યાદની અસર :
ંંંમને આવેલ શમણાંના ગયા પછી પણ સતત તારા હોવાનો ભણકાર..

તારી યાદની અસર :
ઉંજાગરા કહું કે જાગરણ કહું નજરોની સામે તરવરતી તારી છબી..

તારી યાદની અસર :
તારી હર્ષ ઘેલી વર્ષેલી લાગણીથી મારા હ્દયમાં ફુટેલી કુંપણ..

તારી યાદની અસર :
આજ સૂર્યકિરણની પ્રભાવના હેઠળ મેઘધનુષ્યનું થયેલું નિર્માણ..

હા "રોચક" !!!
તારી યાદની અસર :
બળ બળતા તાપમાં પણ મારા કોમળ હ્દયમાં પહોંચેલી જોને ઠંડક..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

તારી યાદની અસર !!!

તારી યાદની અસર !!!

તારી યાદની અસર :
ંંંમને આવેલ શમણાંના ગયા પછી પણ સતત તારા હોવાનો ભણકાર..

તારી યાદની અસર :
ઉંજાગરા કહું કે જાગરણ કહું નજરોની સામે તરવરતી તારી છબી..

તારી યાદની અસર :
તારી હર્ષ ઘેલી વર્ષેલી લાગણીથી મારા હ્દયમાં ફુટેલી કુંપણ..

તારી યાદની અસર :
આજ સૂર્યકિરણની પ્રભાવના હેઠળ મેઘધનુષ્યનું થયેલું નિર્માણ..

હા "રોચક" !!!
તારી યાદની અસર :
બળ બળતા તાપમાં પણ મારા કોમળ હ્દયમાં પહોંચેલી જોને ઠંડક..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


દિલનાં દર્દ ઉંછીના લઉં !!!

દિલના દર્દથી લાગણીની નદીયું વહેશે હવે,
લાવ બની શકેતો કોઈના ઘવાયેલા દિલનાં દર્દ ઉંછીના લઉં..

તું મનેના બોલાવે તો શું કરીશ બે દર્દી હવે,
તારા હેતનાં શમણાંને મારી લાગણીં ભીંની નજરુંમા જકડી લઉં..

આજ બિહામણી શમણાંની રાત જાય તો હવે,
હું બની એક સોનેરી કિરણ તારા આંગણાંમા ઉજાસ પાથરી દઉં..

લાવ "રોચક" તારી હથેળી એક ચાંદ દોરું હવે,
આજ કાળી અંધેરી રાતમાં તને કોમળ ચાંદનીની સૌગાત દઉં..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2012

પ્રણયઋતુ કહેવાય છે !!!!

ગરજે છે તું,ને
વરસવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

વરસે છે તું,ને
ભીંજાવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

પલળે છે તું,ને
ઓથલેવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

હા "રોચક" !!!
અધુરો છે તું,ને
પૂર્ણથવાનું મને મન થાય છે,
મને લાગે આને જ પ્રણયઋતુ કહેવાય છે..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


સોમવાર, 10 સપ્ટેમ્બર, 2012

સાથ તારો...

My Sweet Home...

થોડી વરસાદની ભીંની ભીની ખુશ્બુ,
થોડી મદ મદતા ફુલોની હોય જો મહેક..

થોડો લાગણી ભીનો હોય સાથ તારો,
થોડો મારા શ્વાસમાં ભળે શ્વાસ તારો..

અવિરત થતો રહે જ્યાં તારા હેતનો મારો,
એજ ઘરમાં વસે જોને પ્રીએ આત્મા મારો..

મહેમાનોના સ્વાગતમાં હોય ઉમળકો તારો,
"રોચક"સાત જન્મનો હવે તો થઈને રહેશે તારો..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

માઁ સાથે પાંચ્યાની માથાકુટ....

માઁ સાથે પાંચ્યાની માથાકુટ !!

તારી સાથેની એક ખુબ જુની વાત યાદ આવી,
એક પાંચ્યું માંગવામા થયેલી માથાકુટ યાદ આવી..

તારુ મને વેલણથી મારવાની વાત યાદ આવી,
પાછુ મનાવી આપે છે પાંચ્યાની વાત યાદ આવી..

એ પાંચ્યાના મેં લીધા પાંચ ભૂગળા ત્યારે,
પાંચેય આંગળીએ ભરાવી ખાધાની વાત યાદ આવી..

રડીને ખાધા ભૂગળાનો સ્વાદ ઘણો મીઠો"રોચક",
આવું હતુ મજાનું મારું બાળપણની વાત યાદ આવી..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com



રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

ખોરડુ નિહાંકા નાખે...

ગામની વચ્ચો વચ્ચ એક ખોરડુ નિહાંકા નાંખે છે !!
વસતુ હતુ એક પરિવાર મારા આંગણામાં એમ કહે છે..

હવે આખુ વરસ અલીગઢના તાળા લાગેલા રહે છે,
વિરહની વેદના અવિરત એના મોભથી ટપકતી લાગે છે..

કોક'દિ કિલ્લોલ બાળકોનો મારા આંગણામા કહે છે,
હવે તો ઉંજડ ઝાડીઝાંખરાને ઉગેલુ જોને ધાસલાગે છે..

મારી વેદના સમજાય તો "રોચક"કહેજે અને જઈ,
કુટુંબ કબીલા વગરનું મારુ અસ્તિત્વ ખંડેર ભાસે છે..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


શનિવાર, 8 સપ્ટેમ્બર, 2012

સમંદર રચાણા હશે...

નદીયુ,નાળા ત્યારે જ છલકાણા હશે,
જ્યારે ક્ષિતિજે મેઘધનુષ્ય રચાણા હશે..

આ દરિયા એમજ થોડા રચાણા હશે,
કેટલાય પહાડોનાં આંસુડા વહાણા હશે..

કોઈની લાગણીનાં ઘોડાપૂર આવ્યા હશે,
જરૂર ત્યારે જ "રોચક" સમંદર રચાણા હશે..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com





મીઠી મધુરી વાણી...

મીઠી મધુરી વાણી...

ના બોલીએ કોઈ દિવસ આપણે કડવી વાણી,
આપણે બોલીએ સદાય મીઠી મધુરી વાણી.

ના કહિએ કોઈને દુ:ખને પીડા દાયક વાણી,
બોલીએ સુખ અને સંસ્કારોની મીઠી વાણી.

સબંધો ટકાવવા હોય વિશ્વાસની વાણી,
સમજદારીની સાથે હોય પ્રમાણીક વાણી.

થાય કોઈ મતભેદ બોલાચાલીની વાણી,
સાથે બેસી શાંતિથી કરીએ ઉકેલની વાણી.

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com



શુક્રવાર, 7 સપ્ટેમ્બર, 2012

સમય...

હું રોજ સમયને અનુકુળ થઈને રહ્યો..

તો પણ સમય ક્યાં મારો થઈને રહ્યો..

સમયતો સદાય ચુપચાપ વહેતો રહ્યો..

હું મને વિતેલા સમયમાં શોધતો રહ્યો..

એ તો રોજ વર્તમાનમાં દેખાતો રહ્યો..

અને ભવિષ્યનાં ઉજાસ દેખાડતો રહ્યો..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

એવોને એવો...

ંમને તુ ભૂલવાની કોશીસ તો કર સખી,ફરી
પાછો આવુ તારા શમણાંમાં એવોને એવો..

દિવસે તુ ભૂલી જાય નિજસ્વાર્થમાં,મને
રાતના તારી નજરુંમા તરવરું એવોને એવો..

યાદોની ખુશી હોય યા વિરહની વેદના,રોજ
માનસ પટલ પર સરકતો રહે એવોને એવો..

પાંખો ફફડાવતા આવો તમે પળભર "અશોક",
ખુશીની એક પળ મળી ના મળી ઉંડી ગયા,
તે ક્ષણથી વિરહની વેદના જો એવીને એવી..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

કમાણી....

અન્યાય અનીતિની કમાણી,
ક્યારેય સાથ દેતી નથી !

સાચી મહેનતની હોય કમાણી
ક્યારેય છોડી જતી નથી !

ખોટા રસ્તાની લખલુટ કમાણી
કદી સંતોષ આપતી નથી !

હોય આપણી ન્યાયની કમાણી
કદી દુ:ખ દર્દ દેતી નથી !

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com





બુધવાર, 5 સપ્ટેમ્બર, 2012

દુ:ખનો ગુણાકાર....

એક એક પળ ખુશીની મનાવી હતી સાથે મળીને,
લાગે મને આજે દુખોનો ગુણાકાર થઈ રહ્યો છે..

-અશોક વાવડીયા,

પ્રેમ અંકુરીત...

રેડ તારી લાગણીને મારા રૂદિયા મહિ,આજ
મારા હૈયે તારો પ્રેમ અંકુરીત થઈ રહ્યો છે..

-અશોક વાવડીયા,

અવાવરુ કુવા જેવો...

કોઈ કોઈ વારે ખરે વડલાનાં પાન મહિ, બાકી હું પનિહારી વગરના અવાવરુ કુવા જેવો..

-અશોક વાવડીયા,

અવાવરુ કુવા જેવો...

કોઈ કોઈ વારે ખરે વડલાનાં પાન મહિ, બાકી હું પનિહારી વગરનાઅવાવરુ કુવા જેવો..

-અશોક વાવડીયા,

છૂટો કીધો...

આજ તો માણી તારા શમણાંની રમઝટ, એક ક્ષણ પણ મને નાહલવા દધો, એતો આવી પહેલી સૂર્યકિરણ મહિ, ત્યારે તે મને આજ છૂટો કીધો...

-અશોક વાવડીયા,

લાગણીની હુંફ....

જો સામેના ખોરડે !
કરાની બખોલમાં લપાયને બેસેલા પેલા બે કબૂતરા,
ભીંજાયને એક બીજાને લાગણીની હુંફ આપી રહ્યા છે..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

લાગણીની કુંપણ...

લે જે છતથી બુંદ બુંદ કરી ટપકતો હતો તું,ત્યાં નીચે જો
હું ત્યાં કુણી લાગણીની કુંપણ બનીને ફુટી રહ્યો છું..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

વૃક્ષની વેદના...

હે મનુષ્ય !
શાને ઉખેડે તુ મને જડમુળમાં,દે
થોડા વર્ષ તારા વિરાટ જીવનનાં,
મારું આખુ જીવન કરું તને અર્પણ..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


મંગળવાર, 4 સપ્ટેમ્બર, 2012

શિક્ષક...

આપણામાં રહેલો શિક્ષક ક્યારેય પણ મરતો નથી,
આપણે બાળકોમાં કેળવેલ સંસ્કારોમાં ડોકાતો રહે છે..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

લાગણીનો ભાર...

હે ચાંદ !
તારી ધરતીને કહે મારા આભને ટેકો દે,આજ મને
તારી લાગણી ભીની ચાંદનીનો જોને ભાર લાગે છે..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


સાબિતી...

જો સામેના ઈલેકટ્રીક પોલ પર બેઠેલો પેલો કાગડો પણ,
પોતાની જાતને તારા હોની સાબિતીમાં કેવો ભીંજાય રહ્યો છે..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

બુંદ બુંદ લાગણી...

લે વરસ વરસ કરતો હતો ને "અશોક",
આજ છત પણ તારી જેમજ લાગણીની બુંદો ટપકાવી રહી છે...

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2012

તારા આગમનની ખુશીમાં...

તારા આગમનની ખુશીમાં !
કણ કણમાં આનંદ વ્યાપેલો જણાય છે,
પક્ષીનો આજનો કલરવ જુદો જણાય છે,
વૃક્ષોનાં પર્ણનો કલર જુદો જ જણાય છે,
ઘરા પર કુણી કુણી ફુટેલી કુંપણો પણ જોને,
તારા જ આગમનની ચાડી ખાતી જણાય છે,
અને તેના પરની રીમઝીમ પાણીની બુંદો તો જો,
સૂર્યકિરણ પડવાથી સાચા મોતીની જેમ ચમકે છે..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

પરમિસન દે મને સત્વરે...

તારા દિલનાં એક ખુણે ફુટેલી લાગણીની કુંપણ છું,
પોશીને વટવૃક્ષ બનાવ નહિ તો ત્યાંજ વાઢી નાખ સત્વરે..

બાહોમાં લેવા મથતી તારા પગરવથી ઉડતી ધુળ છું,
ચાહે તો ગળે લગાવ નહિ તો એક ઝાટકે ખંખેરી નાખ સત્વરે..

દિલમાં પ્રવેશવા મથતી પ્રકાશની કોમળ કિરણ છું,
પ્રવેશવા દે તારા દિલમાં નહિ તો ત્યાં જ રોકી લે મને સત્વરે..

તારા આવકારને સાંભળવા મથતો "અશોક"સમય છું,
ચાહે ભોગવી લે નહિ તો વહેતો રહેવાની પરમિસન દે મને સત્વરે...

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 


વટેમાર્ગુની શ્રધ્ધા...

વટેમાર્ગુની શ્રધ્ધા....

આજ એક શ્રધ્ધા જ હતી મનમાં મારી,
રસ્તો ભટકેલ વટેમાર્ગું ભટકુ અહિ તહિ,
વિશ્વાસથી ડગ માંડ્યા સુનેહરી રાહ પર,
દિશાઓ મારી રાહની જોને પ્રેમથી ફરી ગઈ,
બસ મંઝીલ મારી એજ મને  સામેથી મળી ગઈ..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012


 
શું તમે બીજી વખત વિચારી લીધું ?

ભાવનાઓના આવેગમાં આવીને કોઈ નિર્ણય લેતા પહેલા,
શું તમે બીજી વખત વિચારી લીધું ?

...
કોઈના બહેકાવામાં આવી બહેકી જતા પહેલા,
શું તમે બીજી વખત વિચારી લીધું ?

તમે ખુબ ગુસ્સામાં હોય કોઈ નિર્ણય લેતા પહેલા,
શું તમે બીજી વખત વિચારી લીધું ?

બીજાએ આપેલી સલાહ પર કોઈ નિર્ણય લેતા પહેલા,
શું તમે બીજી વખત વિચારી લીધું ?

કોઈ સારા કાર્યમા તમારો નિર્ણય આપતા પહેલા,
શું તમે બીજી વખત વિચારી લીધું ?

'અશોક' સલાહ તો ખુબ આપવી ગમે,પણ આપતા પહેલા,
શું તમે બીજી વખત વિચારી લીધું ?

-અશોક વાવડીયા,
૦૨/૦૮/૨૦૧૨,


આટલું કરવું રહ્યું....


 

આટલું કરવું રહ્યું....

દુષ્કાળ હોય કે સુકાળ હોય,
આપણે સૌએ આટલું કરવું જ રહ્યું..

...
પાણીની પણ પડશે તીવ્ર તંગી,
પાણીને તો આપણે બચાવવું જ રહ્યું..

વૃક્ષો લાવે છે વરસાદ મિત્રો,
એક વૃક્ષ આપણે જીવનમાં વાવવું જ રહ્યું..

વરસે જો આકાશેથી અમૃત તો,
તે અમૃતને આપણે આંગણે રોકવું જ રહ્યું..

'અશોક' વરસાદ ના આવવાનું કારણ શું ?
એ કારણનું નિવારણ આપણે લાવવું જ રહ્યું..

-અશોક વાવડીયા,
૦૭/૦૮/૨૦૧૨,

અમૃત=પાણી   


 

મારો મનગમતો ત્યોહાર અષ્ટમી આયો રે..

મારો મનગમતો ત્યોહાર અષ્ટમી આયો રે..
સાવન કી રીમ-જીમ બનકે બૌછાર છાયો રે..

...
મેને રોમ રોમ મે રાધાજી કો પ્યાર પાયો રે..
મેરે હરેક શ્વાસ મે શ્યામ બનકે તુ છાયો રે..

વનરાવન મે રાધાજી કે સાથ તુને રાસ રચાયો રે..
ગોકુળ કી ગલીયો મે દેખો માખણ ચોર આયો રે..

તુને સુદામા કે સાથ બેઠકે તાંદુલ ખુબ ખાયો રે..
દોસ્તી કી એક મિશાલ જગમે બનકે તુ છાયો રે..

મારો મનગમતો ત્યોહાર અષ્ટમી આયો રે..

-અશોક વાવડીયા,
 08/o8/2012

દર્શન દે ગિરધારી...

શીદને તડપાવે તુ મુજને વનરાવનમાં કેમ ભટકાવે,
તને મળવાની આશ લઈ ભટકું હું ગિરધારી..

કેમ તુ મારો રૂદિયો દુભાવે આંખમાં આવે જમનાજી,
તુજ કહે મને હવે તુ ક્યારે આવે ગિરધારી..

દહીં-માખણ ખુબ ખુબ ખાધા ક્યાં છુપાણો યદુવંશી,
ગોકુળની હું ગૌવાલણ ક્યાં શોધુ ગિરધારી..

તારી મોરલીની પ્યાસી બની ભટકું વનરાવની વાટે,
એક વાર બસ દર્શન મને દે તુ ગિરધારી..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 



યુવાનીનો અહેસાસ..

યુવાનીનો અહેસાસ...

વૃક્ષોની જેમ આપણા જીવનમાં પણ પાનખર આવે તો કેવું,
જુના પાંદડા ખંખેરી નાંખીએ  નવી કુંપણો ફુટવાને કાજ,
પછી થાય યુવાનીનો અહેસાસ હર સાલ...

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 


શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012

કોરો કાગળ...

લાવ કોરો કાગળ લાગણીયું લખી દઉં,
પછી ના કહે અધુરી હતી મારી લાગણી,
બસ આજથી નદીના બે કિનારા સમ,
આપણું જીવન શરૂ થાય છે.

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 


તારા મય લાગણી...

સરીયુમાં વહાવી દો,દરિયામાં ડૂબાડી દો,
છતાય અમી છાંટણા થઈ પડશું અમે,
તારી લાગણીમાં ભળશું અમે,
બસ એજ તારી યાદ...

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 

બસ તારી યાદ...

તારા ઘરની સામે જ એક ઘટાટોપ વૃક્ષની છાય,
તે વૃક્ષની વડવાઈએ જ અમે ખાતાતા હિંડોળા,
તારી સામે જ રોજ કાઢતાતા ડોળા,
તોય તુજ મારા દિલમાં સમાય,
બસ એજ તારી યાદ...

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com

ગાંડીતુર લાગણી...

મળવાને તારી લાગણીને હર રોજ,હું
મારી લાગણીને જોને ગાંડીતુર રાખુ છું...

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com