રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

ખોરડુ નિહાંકા નાખે...

ગામની વચ્ચો વચ્ચ એક ખોરડુ નિહાંકા નાંખે છે !!
વસતુ હતુ એક પરિવાર મારા આંગણામાં એમ કહે છે..

હવે આખુ વરસ અલીગઢના તાળા લાગેલા રહે છે,
વિરહની વેદના અવિરત એના મોભથી ટપકતી લાગે છે..

કોક'દિ કિલ્લોલ બાળકોનો મારા આંગણામા કહે છે,
હવે તો ઉંજડ ઝાડીઝાંખરાને ઉગેલુ જોને ધાસલાગે છે..

મારી વેદના સમજાય તો "રોચક"કહેજે અને જઈ,
કુટુંબ કબીલા વગરનું મારુ અસ્તિત્વ ખંડેર ભાસે છે..

-અશોક વાવડીયા,"રોચક"

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો