મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012

દુ:ખ !!!

આજ ભગ્ન હ્દયે બેઠો છું હું તારા વિયોગમાં,
બાગમાં પંખીનો કલરવ પણ  શાંત સંભળાય છે.

હિસાબ કિતાબ કેમ કરું તારી સાથે ના એ સમયનો,
તારી સાથેની યાદ એ દુ:ખના ડુંગર તળે જણાય છે.

મહેરામણ જરૂર બેઠા હશે આજ મારી નજરુંમા,
ગાલથી મુખ સુધીની સફરમાં ખારાશ વરતાય છે.

કેવી લીલા『રોચક』સર્જનહારની જોને,
લગ્ન ગીત કોઈના,છાઝીયા કોઈના લેવાય છે.

-અશોક વાવડીયા,『રોચક』

Like And Join Blog:http://ashokvavadiyablog.wordpress.com

http://ashokvavadiya.blogspot.com

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો