શનિવાર, 1 સપ્ટેમ્બર, 2012

બાળપણ માણી લઉં...

લાવ જરા ડુંગરના ઢાળે,પેલી સરોવરની પાળે,
ખળ-ખળ વહેતા ઝરણાની વાટે આજ જરા,મારું
બાળપણ માણી વઉં...

લાવ જરા કોલેજોને દરવાજે,કેન્ટીનને બાંકડે,
બગીચામાં ઉંભા વૃક્ષોની છાયામાં જરા,મારી
યુવાની માણી લઉ...

લાવ જરા ઘરમાં કચ-કચ,ઓફિસમાં ટક-ટક,
જીવનનાં ઉતાર-ચડાવની વચ્ચે જરા,મારી
ઘરગૃહસ્થી માણી લઉં...

લાવ જરા મંદિરને ઓટલે,ગામને ચૌરે ચૌટે,
આરતિને ચાખીયોની રમઝટ વચ્ચે જરા,મારું
ઘડપણ માણી લઉં...

-અશોક વાવડીયા,

Like And Join My Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો