રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

દર્શન દે ગિરધારી...

શીદને તડપાવે તુ મુજને વનરાવનમાં કેમ ભટકાવે,
તને મળવાની આશ લઈ ભટકું હું ગિરધારી..

કેમ તુ મારો રૂદિયો દુભાવે આંખમાં આવે જમનાજી,
તુજ કહે મને હવે તુ ક્યારે આવે ગિરધારી..

દહીં-માખણ ખુબ ખુબ ખાધા ક્યાં છુપાણો યદુવંશી,
ગોકુળની હું ગૌવાલણ ક્યાં શોધુ ગિરધારી..

તારી મોરલીની પ્યાસી બની ભટકું વનરાવની વાટે,
એક વાર બસ દર્શન મને દે તુ ગિરધારી..

-અશોક વાવડીયા,

Like And Join Blog:http://ashokvavadiya.blogspot.com

http://ashokvavadiyablog.wordpress.com 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો