શનિવાર, 5 જાન્યુઆરી, 2013

દ્વારકાધીશ મળે તો !!!

ભટકું હું પામવાની એક આશ લઈ.
એ બહાને વૃંદાવનનો મને કોઈ કેડો મળે તો,,,,

વગડાની વાટે વળી કહી યમુનાને ઘાટે,
ભટકું હું,ખોવાયો મારો ભેરું ગોવાળ મળે તો,,,,

ગોપ ગોવાળણને જઈ જઈ પૂછું કે,
ક્યાંક છૂપાયેલો હોય જો મારો કાન મળે તો,,,,

હ્રદયના દ્વાર ખુલ્લા કર્યા એજ આશે,
ઘટ ઘટમાં બિરાજમાન મારો શ્યામ મળે તો,,,,

બંસીનાં સુરની દિશામાં માંડુ ડગ મારા,
કોઈ કદમની ડાળે બેઠો મારો બંસીધર મળે તો,,,,

સમૃદ્રને પેટાળે દ્વારકા નામના બેટે,
ડૂબકી મારી શોધું કે મારો દ્વારકાધીશ મળે તો,,,,

-અશોક વાવડીયા,《રોચક》♥

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો