ચરણ ક્યાં છે,સફર ક્યાં છે,મજલ ક્યાં છે,
મને, મારા જ હોવાની ખબર ક્યાં છે.
સમય આવ્યે પરત ફરવું જ પડશે,લ્યો-
તપાસી એ લઉં, મારી કબર ક્યાં છે.
કહો તો ! છંદ ક્યો છે ? કાફિયા ક્યા છે ?
મને લાગે ગતકડું, આ ગઝલ ક્યાં છે.
નથી પ્હાડો,વનો પંખીનો કલરવ પણ,
અહીં ખળખળ વહેતા એ ઝરણ ક્યાં છે ?
તરસ્યાને ઉદક ભૂખ્યાને ભોજન, જો-
કરો તો કામ સેવાનું, ફરજ ક્યાં છે.
દુ:ખોની સાથમાં થોડી સુખી ક્ષણો,
જો દેવી હોય, તો દેજે, ગરજ ક્યાં છે.
-અશોક વાવડીયા "રોચક"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો