વાત એની માણવા જેવી હતી,
એજ વાતે ચાહવા જેવી હતી.
પ્રેમ શબ્દે નીતરી છે લાગણી,
લાગણી એ જાણવા જેવી હતી.
દિલ મહીં જલ ઘૂઘવે ચાહત તણાં,
તળ છલાંગો મારવા જેવી હતી.
હું-તું, સંગે ચાંદની આ રાત છે,
રાત આખી નાહવા જેવી હતી.
સાથ તારો, ને વસંતી છે ડગર,
એ ડગર તો માપવા જેવી હતી.
લાગણી વર્ષા થી ભીની ચાહતો,
છેક ઊડી ખાપવા જેવી હતી.
તુજ કલમ"રોચક"બની છે,જે ગઝલ,
દિલ મહીં તે છાપવા જેવી હતી.
-અશોક વાવડીયા,《રોચક》♡
# છંદ=રમેલ ૧૯
ગાલગાગા ગાલગાગા ગાલગા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો